+

VADODARA : જર્જરિત આવાસમાં મોતની ઘટના બાદ વિજિલન્સ તપાસની માંગ

VADODARA : વડોદરા (VADODARA) ના જાંબુઆ BSUP આવાસના મકાનમાં છતનાં પોપડા બુધવારે રાત્રે તૂટીને વૃદ્ધા ઉપર પડતા તેઓને ગંભીર રીતે ઇજાઓ થઈ હતી. આ વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન આજે મોત…

VADODARA : વડોદરા (VADODARA) ના જાંબુઆ BSUP આવાસના મકાનમાં છતનાં પોપડા બુધવારે રાત્રે તૂટીને વૃદ્ધા ઉપર પડતા તેઓને ગંભીર રીતે ઇજાઓ થઈ હતી. આ વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું છે. જે બાદ શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાની કચેરી ખાતે આવેદનપત્ર આપી યોજના પર વિજીલન્સ તપાસ બેસાડવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

ટુંકી સારવાર બાદ મોત

વડોદરા શહેરમાં જાંબુઆ BSUP આવાસના મકાનમાં રહેતી જનાબેન હરિભાઇ કદમ (ઉ. 77) ઉપર બુધવારે રાત્રે 8 – 30 કલાકની આસપાસ મકાનની છતના પોપડા તૂટી પડતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ધડાકાભેર ઘટેલી ઘટનાના પગલે આવાસ યોજનાના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં ગંભીર ઇજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં મોડી રાત્રે એક વાગે વૃદ્ધાનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ખાલી કરી દેવાની નોટિસ

પાલિકાની કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચેલા વિપક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું કે, નુર્મ પ્રોજેક્ટમાં બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત 21,000 મકાનો વડોદરા મહાનગર સેવાસદને બાંધ્યા છે. તમામની હાલત ખૂબ ખરાબ છે. પ્રોજેક્ટ ખૂબ ઉમદા હતો. ગરીબોને નજીવી કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા યોજના લાવવામાં આવી હતી. પરંતુ જે મકાનો બાંધ્યા છે, તે તમામની હાલત ગંભીર છે. જાંબુઆ ખાતે 928 મકાનો બાંધવામાં આવ્યા હતા. 2012માં તેનું એલોટમેન્ટ થયું હતું. અને દસ વર્ષમાં કોર્પોરેશન પોતે તેને જર્જરીત હોવાથી ખાલી કરી દેવાની નોટિસ આપે છે.

બે લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે

વધુમાં તેમણે જણાવ્યું કે, કાલે રાત્રે એક મકાનની છત પડી ગઈ એક વૃદ્ધાનું મૃત્યુ થયું છે. આજે સવારે જીઇબી ત્યાં લાઈટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું, બે લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે. આ યોજના, અને હજી લોકો પાસે જવાનો કોઈ વિકલ્પ નથી. આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે, સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે, તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને તે વખતના જે પદાધિકારીઓ છે. કોર્પોરેશનના એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય ભ્રષ્ટાચાર ખુલ્લો થાય અને ઈજારદાર દ્વારા એના પોતાના ખર્ચે જ આ ફરી મકાનો બાંધી આપે એવી અમે રજૂઆત કરી છે.

આ પણ વાંચો — VADODARA : વિજ થાંભલામાંથી કરંટ લાગતા બે પશુના મોત

Whatsapp share
facebook twitter