VADODARA : વડોદરા (VADODARA) ના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભાની ચૂંટણી (LOKSABHA 2024) લડવાની એકાએક અનઇચ્છા દર્શાવવામાં આવતા રાજકીય મોરચે મોટો વળાંક આવ્યો છે. રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટીકીટ જાહેર કર્યા બાદથી તેમનો વિરોધ થઇ રહ્યો હતો. ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા તેમની સામે અને તેમના પરિવાર સામે ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા. રંજનબેન ભટ્ટ દ્વારા જાહેરાત બાદ તેઓ મીડિયા સામે આવ્યા છે. અને તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા છે.
કાર્યકર્તાઓ અને મતદારોએ મને ખુબ પ્રેમ આપ્યો
રંજનબેન ભટ્ટ જણાવે છે કે, મને એવું થયું કે, છેલ્લા 10 – 12 દિવસથી વડોદરામાં જે રીતે બદનામી થઇ રહી છે. મારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. મેં કોઇને જ વાત નથી કરી. મારી પાસે ભરતભાઇ શાહ આવ્યા હતા. તેમની સામે મેં ઇચ્છા વ્યક્ત કરી, તેમણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં મારી અનઇચ્છા દર્શાવી દીધી. મને વડાપ્રધાને 10 વર્ષ સેવા કરવાની તક આપી. મેં સમર્પિતતાથી સેવા કરી છે. કાર્યકર્તાઓ અને મતદારોએ મને ખુબ પ્રેમ આપ્યો. જે કંઇ ચાલી રહ્યું છે, તે તમામને ખબર છે. જુઠુ ચલાવવામાં આવી રહ્યું છે. મને એમ થયું રોજ ચૂંટણી લડુ ત્યાં સુધી આ જ આવ્યા કરે, તેના કરતા નથી લડવું. હું સ્ટ્રોંગ મહિલા છું, અને આવો નિર્ણય લઇ રહી છું. મારી આંખમાં આસું નથી. ભાજપ અને વડાપ્રધાનનો આભાર માનું છું. વડોદરાની સેવા કરવાની બીજા કાર્યકર્તાને મોકો મળે તેમ ઇચ્છું છું. પક્ષે મને ટીકીટ આપી હતી, મારે નથી લડવી.
હું ખુશ છું, સામેથી ટીકીટ આપી રહી છું.
રંજનબેન ભટ્ટ જણાવે છે કે, મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે. મારી પ્રજાને એમ હશે, બેન 10 વર્ષ સેવા કરી. જે રીતે આક્ષેપ થઇ રહ્યા છે, ઓસ્ટ્રેલિયામાં દિકરાના મોલ, નાની દુકાન પણ નથી. આવા ખોટા આરોપ કરે અને ખોટુ ચલાવવું. તેના કરતા મારી એક ઇજ્જત છે, હું ટીકીટ સમર્પિત કરી દઉં. ત્રીજી વખત ટીકીટ આપી હું ખુશ છું સામેથી ટીકીટ આપી રહી છું. હું ખુશીથી ઉમેદવારી છોડી રહી છું. પાર્ટીના કોઇ પણ કાર્યકર્તાને લોકસભાની જવાબદારી મળી શકે. વડોદરાની પ્રજા વડાપ્રધાન મોટીને પ્રેમ કરવાવાળા છે. આ સીટ હાઇએસ્ટ લીડથી જીતશે. કોંગ્રેસનો પ્રમુખ મોદી સાહેબને પ્રેમ કરે છે. કોંગ્રેસે વિચારવાનું કે, પ્રમુખ ભાજપમાં આવી જાય. વિરોધ કરવાવાળા લોકો એવા ન હતા જેનાથી તેનું મહત્વ હોય. પોતાની જાતને સામાજીક ગણાવવું અને તેમનું પોતાનું એનાલિસીસ કરો તો વડોદરા માટે તેમનું યોગદાન શું. તમારા ઘરની બેન દિકરીને કોઇ ગમેતેમ બોલે તો પરિવારનો કોઇ નાગરિક તેની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને હું અભિનંદન આપું છું.
મારૂ સમર્થન અને સમર્પિતતા રહેશે
આખરમાં તેઓ જણાવે છે કે, ભાજપના સાંસદ બનીને જ સેવાય કરાય તેમ નથી. કાર્યકર્તા તરીકે જોડાઇને કામ કરીશ. એટલે આ નિર્ણય લીધા છે. પાર્ટી કોઇને પણ ટીકીટ આપે, મારૂ સમર્થન અને સમર્પિતતા રહેશે. કદાચ પાર્ટી પણ આ વાત જાણીને આશ્ચર્યમાં મુકાશે. વડોદરાની સેવા કરવા સાંસદ તરીકે જ થાય તેવું નથી. કાર્યકર્તા તરીકે પણ થાય.
આ પણ વાંચો —BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી