+

VADODARA : વેબસાઇટમાં નામ એન્ટર કરવાથી મતદારોને મળશે ડિઝીટલ ઇન્વિટેશન

VADODARA : વડોદરા જિલ્લા ચૂંટણી (VADODARA ELECTION ADMINISTRATION) તંત્ર દ્વારા મહત્તમ મતદાન (MAXIMUM VOTING) માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના મતદારોને હવે આગામી તા.૭ના…

VADODARA : વડોદરા જિલ્લા ચૂંટણી (VADODARA ELECTION ADMINISTRATION) તંત્ર દ્વારા મહત્તમ મતદાન (MAXIMUM VOTING) માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના મતદારોને હવે આગામી તા.૭ના રોજ અવશ્ય મતદાન કરવા જવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓનલાઇન આમંત્રણ (ONLINE INVITATION) પાઠવવામાં આવશે. આ વેબસાઇટને લોંચ કરવામાં આવી છે.

ખાસ વેબસાઇટ લોંચ કરવામાં આવી

લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકોની ભાગીદારી વધે એ માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મતદાર જાગૃતિ માટે રેલી, સંકલ્પપત્રો, મહિલા રેલી સહિતના કાર્યક્રમો ઉપરાંત વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં કાર્યક્રમો બાદ બે દિવસ પૂર્વે બાર ફૂટના રંગલા રંગલીને શહેરમાં ફરતા કરવામાં આવ્યા છે. આ રંગલા રંગલીના નવતર પ્રયોગે આકર્ષણ જમાવ્યું છે, તેની સાથે મતદારોને ડિઝીટલી ઇન્વિટેશન આપવા માટે હવે એક ખાસ વેબસાઇટ લોંચ કરવામાં આવી છે.

દેશ માટે દસ મિનિટ ફાળવવાની વિનંતી

www.invitation4votedeovad.in આ વેબ સાઇટ ઉપર જઇ મતદાર માત્ર પોતાનું નામ એન્ટર કરી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી મતદાન કરવાનું આમંત્રણ મેળવી શકે છે. આ આમંત્રણ પત્ર સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં કલેક્ટરશ્રી તરફથી મતદારોને દેશ માટે દસ મિનિટ ફાળવવાની વિનંતી પણ કરવામાં આવે છે. આ વેબસાઇટનું ઇન્ટરફેસ એકદમ સરળ છે. માત્ર નામ દાખલ કરવાથી આમંત્રણ મળી જાય છે. વળી, મતદાન મથકની વિગતો જાણવા માટેની લિંક પણ તેમાં મળી જાય છે.

આમંત્રણ મેળવવા માટે અનુરોધ

આ વેબસાઇટનું જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા લોંચિંગ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ ઉપર જઇ આમંત્રણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો — VADODARA : ઓનલાઇન ગેમ થકી મળેલ યુવક સિવાય યુવતિએ કંઇ ન વિચાર્યું

Whatsapp share
facebook twitter