+

VADODARA : છેવાડાના મતદારને જાગૃત કરવા માટે હાથ ધરાયા અનેક પ્રયાસ

VADODARA : વડોદરા લોકસભા બેઠક (LOKSABHA 2024) પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ…

VADODARA : વડોદરા લોકસભા બેઠક (LOKSABHA 2024) પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર-જિલ્લામાં SVEEP અને TIP અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે. આ અભિયાનમાં હવે સ્વસહાય જૂથો અને સખી મંડળો પણ સહભાગી બની છે.

વિવિધ બેનર, સૂત્રોચ્ચાર તથા રેલીઓ દ્વારા મતદાન જાગૃતિ

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વસહાય જૂથો/સખી મંડળો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંર્તગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્વસહાય જૂથના સભ્યો, ગ્રામ સંગઠનના સભ્યો, ક્લસ્ટર લેવલ ફેડરેશનના સભ્યોએ ગ્રુપ મીટિંગનું આયોજન કરી મતદાન જાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. સ્વસહાય જૂથના સભ્યો મતદાન માટે સંકલ્પબદ્ધ થવાની સાથે અન્ય મતદાતાઓને પણ મતદાન માટે સંકલ્પબદ્ધ કરે છે. મતદાન જાગૃતિ માટે સ્વસહાય જૂથના સભ્યો સ્વયંસેવક તરીકે કામગીરી કરે છે અને વિવિધ બેનર, સૂત્રોચ્ચાર તથા રેલીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રચાર-પ્રસારની ઉમદા કામગીરી કરે છે.

થીમ આધારિત સ્પર્ધાઓનું આયોજન

આ ઉપરાંત સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત શહેર-જિલ્લાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મોકપોલ, પોસ્ટર સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાના માધ્યમથી મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ મતદાન અંગે જાગૃતિ આવે તેવી થીમ આધારિત સ્પર્ધાઓમાં હોંશભેર ભાગ લઈને મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શન શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાયા

અત્રે નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ મતદારોનો જાગૃત કરવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ લોકોને મતદાન જાગૃતિમાં જોડી શકાય તે માટે વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તમામ કાર્યક્રમોમાં લોકભાગીદારીને જોતા આ વખતે લોકો પોતાના જ મતદાનનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સર્જશે તેવું કહેવામાં સહેજ પણ ખોટું નથી.

આ પણ વાંચો — VADODARA : અંધારામાં ઉભેલો ટ્રક જીવલેણ સાબિત થયો

Whatsapp share
facebook twitter