+

VADODARA : બરોડા ડેરી માટે મંડળીઓનું દુધ એકત્ર કરતા વાહનમાં ભેળસેળ કરનારાઓ સામે ફરિયાદ

VADODARA : વડોદરા શહેર-જિલ્લાની (VADODARA CITY – DISTRICT) વિવિધ મંડળીઓમાંથી દુધ એકત્ર કરીને બરોડા ડેરી (BARODA DAIRY) માં લાવવા માટેના વાહન ચાલક અને કંડક્ટર દ્વારા દુધમાં ભેળસેળ કરી હોવાની રાવ…

VADODARA : વડોદરા શહેર-જિલ્લાની (VADODARA CITY – DISTRICT) વિવિધ મંડળીઓમાંથી દુધ એકત્ર કરીને બરોડા ડેરી (BARODA DAIRY) માં લાવવા માટેના વાહન ચાલક અને કંડક્ટર દ્વારા દુધમાં ભેળસેળ કરી હોવાની રાવ તાજેતરમાં ઉઠી હતી. જેની સામે કડક દાખલો બેસાડવા માટે ડેરી મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇને ત્રણ શખ્સો સામે સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે.

મુસ્તાકભાઇનો ફોન આવ્યો

સાવલી પોલીસ મથકમાં સંદિપભાઇ અશોકભાઇ શાહ (રહે. કારેલીબાગ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ બરોડા ડેરીમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી કરે છે. દુધ મંડળીઓનું સુપરવિઝન કરવું, તેમજ તેમને પ્રશ્નોનું નિવારણ કરવું તેમની ફરજમાં આવે છે. 2, મે ના રોજ સાંજના સમયે કામ પરથી પરત ફરતા તેઓ ડેરીના ગેટ પાસે ડેરી સુપરવાઇઝરે હાથ કરતા ઉભા હતા. તેમણે જણાવ્યું કે, સવારે આઠ વાગ્યે સાવલીના કરચીયા દુધ મંડળીના ઓપરેટર મુસ્તાકભાઇનો ફોન આવ્યો હતો. મુસ્તાક ભાઇએ કહ્યું કેસ અમારા રૂટ નં – 53 માં દુધ મંડળીનું દુધ લેવા માટે બરોડા ડેરી તરફથી આવતી ગાડીના ડ્રાઇવર દુધના કેનમાં દુધની ચોરી કરી તેમાં પાણી ઉમેરે છે. અને દુઘમાં ભેળસેળ કરે છે. તેવી વાત ફોન પર થઇ હતી.

દુધ કાઢતા રંગેહાથ પકડાયા

આ બાબતે સ્થળ પર જઇ તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે મોડી રાત્રે નિશીતભાઇ શાહે ફોન કરી જણાવ્યું કે, પસવા ગામે સ્થળ પર પહોંચી ગયા છીએ. અને અહિંયા અકબરહુસૈન ભારતસિંહ રાઠોડ, ઇમ્તીયાજ મહંમદ રાણા તથા ચંદુભાઇ જશુભાઇ રાણા, તેમજ પ્રભાતભાઇ મકવાણા (પસવા મંડળીના મંત્રી) અને અજમુદ્દીન મહંમદભાઇ હાજર છે. તેઓ દ્વારા રૂટ નં – 53 વાળી પીકઅપ સ્થળ પર તપાસ કરતા ડ્રાઇવર હિતેશ વિક્રમસિંહ રાઠોડ અને કંડક્ટર મળી આવ્યા હતા. તેઓ દુધના કેનોમાંથી દુધ કાઢતા રંગેહાથ પકડાયા હતા. ગાડીના રૂટમાં આવતા મંડળીના દુધ ભરેલા 19 કેન અને 2 કેન પાણીના મળી આવ્યા હતા.

દુધ કાઢી ભેળસેળ

રૂટ નં – 53 પર ફરતા ટેમ્પામાં શેરપુરા, જુના સમલાયા, કરચીયા વગેરેની મંડળીઓનું 822 લિટર દુધ ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જતા હતા. દરમિયાન 72 લિટર દુધ કાઢી લઇને તેની જગ્યાએ પાણી ઉમેરી ભેળસેળ કરનારા વિક્રમભાઇ ગગનજીભાઇ સાતીયા (રહે. ધમતેજ), હિતેશભાઇ વિક્રમસિંહ રાઠોડ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઇને મિલાવટખોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

આ પણ વાંચો —  VADODARA : પ્લાસ્ટીક દાણ વચ્ચે સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂ જપ્ત કરતી ગ્રામ્ય LCB

Whatsapp share
facebook twitter