+

VADODARA : બૂમરેન્જ ઇન્ડોર પ્લે પાર્કના સંચાલકો સામે પોલીસ ફરિયાદ

VADODARA : રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના ( RAJKOT GAMEZONE TRAGEDY) બાદથી વડોદરા (VADODARA) માં લોકોની સુરક્ષાને લઇને અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક એકમો પાસે જરૂરી લાયસન્સ…

VADODARA : રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના ( RAJKOT GAMEZONE TRAGEDY) બાદથી વડોદરા (VADODARA) માં લોકોની સુરક્ષાને લઇને અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક એકમો પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. તે પૈકી શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ સ્કવેર મોલના બૂમરેન્જ ઇન્ડોર પ્લે પાર્ક (BOOMERANG INDOOR PLAYPARK) ના માલિક અને મેનેજર (સંચાલક) સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેને પગલે બેદરકાર ગેમ ઝોમ સંચાલકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. સંભવત: વડોદરામાં કોઇ ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે.

સલામતી જોખમમાં મુકાય તેવી નિષ્કાળજી

ગોરવા પોલીસ મથકમાં પીએસઆઇ બીબી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પોલીસ મથકમાંથી તેઓને જીપી એક્ટની કલમ 33 (W), 131 મુજબની તપાસ તેમને સોંપવામાં આવી હતી. તેમાં જણાઇ આવ્યું કે, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી મળેલી સુચનાના આધારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરફથી મે – 2024 ના રોજ કરવામાં આવેલ હુકમ અંતર્ગત વડોદરાના ગોરવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બૂમરેન્જ ઇન્ડોર પાર્કના માલિક અને સંચાલક (મેનેજર) પાસે મે , 2024 દરમિયાન કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીમાં જરૂરી પરવાનગી કે લાયસન્સ મળી આવ્યા ન્હતા. જેથી કોઇ વ્યક્તિ મનુષ્યની જીંદગી કે અન્ય વ્યક્તિઓને શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી રીતે નિષ્કાળજી રાખી ચલાવવાનો ગુનો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું.

સંભવત: ગેમ ઝોનના સંચાલકો સામે પ્રથમ ફરિયાદ

જેથી ગેંડા સર્કલ પર આવેલા સેન્ટ્રલ સ્કવેર મોલમાં આવેલા બૂમરેન્જ ઇન્ડોર પ્લે પાર્કના માલિક અને મેનેજર (સંચાલક) સામે ઇપીકો 336 અને 114 મુજબ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરામાં સંભવત: ગેમ ઝોનના સંચાલકો સામે આ પ્રથમ ફરિયાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવનાર સમયમાં લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને બેદરકારી દાખવનારા અન્ય ગેમ ઝોન સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. પોલીસ અને તંત્રની કડક કાર્યવાહીને પગલે ગેમ ઝોમ સંચાલકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. તો બીજી તરફ લોકો દ્વારા પોલીસ કાર્યવાહીની સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો — VADODARA : MSU માં એડમિશન મામલે “તગડી” લડતના એંધાણ

Whatsapp share
facebook twitter