+

VADODARA : બર્નિંગ ટ્રેન વાળી થતા રહી ગઇ, એક શખ્સ આગમાં ભડથું

VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારે બર્નિંગ ટ્રેન (BURNING TRAIN) વાળી થતા રહી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પેટ્રોલિયમનું પરિવહન કરતી વિશેષ ગુડ્સ ટ્રેનના એક…

VADODARA : વડોદરા (VADODARA) માં આજે વહેલી સવારે બર્નિંગ ટ્રેન (BURNING TRAIN) વાળી થતા રહી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પેટ્રોલિયમનું પરિવહન કરતી વિશેષ ગુડ્સ ટ્રેનના એક ડબ્બાના ઉપરના ભાગે આગ લાગી હોવાની ઘટના જોવા મળી છે. આ ઘટનામાં એક શખ્સનું મૃત્યુ થયું છે. વડોદરા ફાયર બ્રિગેડ (VADODARA FIRE BRIGADE) ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને અન્યત્રે પ્રસરતા અટકાવવાની સાથે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં એક શખ્શ આગમાં ભડથું થયેલી હાલતમાં મળી આવ્યો છે. જેના મૃતદેહને વધુ તપાસ અર્થે એસએસજી હોસ્પિટલલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતદેહ મળી આવ્યો

આજે સવારે શહેરના પંડ્યા બ્રિજ (PANDYA BRIDGE) નીચેથી પસાર થતી રેલવે લાઇન પર પેટ્રોલ ભરેલી ગુડ્સ ટ્રેન પસાર થઇ રહી હતી. દરમિયાન એકાએક તેમાં આગ લાગતા સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. અને દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગને વધુ પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા. આ ઘટનામાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ ત્વરીત કાર્યવાહી કરતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સાથે જ વેગન પાસેથી એક શખ્સનો આગમાં ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

હાઇ ટેન્શન લાઇનને અડી જતા આગ

ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચીને પહેલા વિજની હાઇ ટેન્શન લાઇન બંધ કરાવી હતી. અને ત્યાર બાદ કાર્યવાહી કરતા આગ ગણતરીના સમયમાં કાબુમાં આવી ગઇ હતી. ઘટનામાં વેગન પાસેથી આગમાં ભડથું થયેલ શખ્સ કોઇ રીતે ઉપરના ભાગ સુધી પહોંચીને હાઇ ટેન્શન લાઇનને અડી જતા આગ અકસ્માતની ઘટના થઇ હોવાનો હાલ તબક્કે પ્રાથમિક અંદાજ છે. આ ઘટના સ્થળ પાસેથી રિકવર કરવામાં આવેલ મૃતદેહ અજાણ્યા પુરૂષનો હોવાનું જાણવા મળ્યું છે. અને તેની ઉંમર 28 વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે.

પોણા કલાક સુધી વેગન રોકાઇ રહ્યું

મોટી ઘટનાની શક્યતાને પગલે વડોદરાના વડીવાડી, દાંડિયા બજાર, ટીપી 13 ફાયર સ્ટેશનથી લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર સુત્રો જણાવી રહ્યા છે કે, આગ અકસ્માતમાં પોણા કલાકના સમયગાળા સુધી વેગન રોકાઇ રહ્યું હતું. સ્થિતી થાળે પડતા તેને રવાના કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં રેલવે સ્ટેશન, રેલવે પોલીસ, આરપીએફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો — Weather Reports : આગ ઝરતી ગરમી! હિટવેવની આગાહી, આ 3 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર

Whatsapp share
facebook twitter