+

Rajkot અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ-પોલીસ કમિશ્નર સહિત 4 અધિકારી ફરજરિક્ત

Rajkot Tragedy : રાજકોટમાં TRP મોલના આગકાંડ બાદ સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ લોકો માની રહ્યા છે કે, આ કાંડની પાછળ પોલીસ તંત્ર અને કોર્પોરેશન…

Rajkot Tragedy : રાજકોટમાં TRP મોલના આગકાંડ બાદ સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ લોકો માની રહ્યા છે કે, આ કાંડની પાછળ પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્રની હપ્તાખોરી અને લાલચુ મનોવૃત્તિ જવાબદાર છે. દરેક લોકો માની રહ્યા છે કે, આ હપ્તારાજના કારણે 30 થી વધારે પરિવારોના માળા વિખેરાઇ ગયા છે. લોકોને ન માત્ર મોત પરંતુ એટલું આઘાતજનક અને વિકૃત મોત મળ્યુ છે કે, પરિવારજનો પોતાના જ વ્હાલસોયાને ઓળખી પણ નથી શકતા. મૃતદેહો એટલા ક્ષત વિક્ષત થઇ ચુક્યા છે કે, સામાન્ય વ્યક્તિ જો તે મૃતદેહ જોઇ પણ જાય તો તે બેભાન થઇ જાય.

ત્રણ IPS અધિકારી ફરજરિક્ત, કોઇ પોસ્ટિંગ નહી

જો કે આ સમગ્ર કાંડ માટે લોકો જેને દોષીત માને છે તેવા ભ્રષ્ટાચારી પોલીસતંત્રના રાજકોટ એકમના પ્રમુખ કહી શકાય તેવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આખરે બદલી કરી દેવામાં આવી છે. લોકોમાં જે પ્રકારનો આક્રોશ હતો તેને જોતા આખરે સરકાર દ્વારા વહેલી સવારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે લોકોમાં આક્રોશ હતો કે નાના પ્યાદાઓને પકડીને સરકાર ફેફસા ફુલાવી રહી છે. જો કે સાંજ પડતા સુધીમાં પોલીસ કમિશ્નરની બદલી કરી દેવામાં આવી છે.આ બદલી પણ નહીં પરંતુ તેમને ફરજરિક્ત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નરની બદલીની પણ ગણતરી ચાલુ થઇ ચુકી છે. ગમે તે ઘડીએ આએએસ અધિકારીની પણ બદલી થઇ શકે છે. તેમને કોઇ નવા સ્થળે પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. ભાર્ગવ હવે પોતાના નવા પોસ્ટિંગની રાહ જોઇને બેસશે. રાજુ ભાર્ગવ ઉપરાંત વીધી ચૌધરી કે જેઓ રાજકોટના વહીવટી, ટ્રાફીક અને ક્રાઇમ શાખાના એડિશનલ કમિશનર હતા તેમને પણ ફરજ રિક્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સુધીર દેસાઇ રાજકોટ ઝોન-2ના પોલીસ કમિશ્નરને પણ ફરજરિક્ત કરી દેવામાં આવ્યા છે.

ત્રણ સ્વચ્છ છબીના અધિકારીઓને પોસ્ટિંગ અપાયું

રાજુ ભાર્ગવને ફરજ રિક્ત કર્યા બાદ અમદાવાદમાં સેક્ટર-2નના સ્પેશિયલ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને રાજકોટના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિધિ ચૌધરીના સ્થાને મહેન્દ્ર બગારિયાને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સુધીર દેસાઇના સ્થાને જગદીશ ભાંગરવાને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રે કોર્પોરેશનના કમિશ્નર સહિતના અધિકારીઓની પણ મોડી રાત્રે બદલી કરવામાં આવી શકે છે.

મ્યુનિસિપલ કમિશ્નરની પણ બદલી કરી દેવામાં આવી

બીજી તરફ IAS લોબીમાં પણ બદલીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્રર બાદ હવે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ ફરજ રિક્ત કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી તેઓને કોઇ કામગીરી નહીં રહે તેઓને પોસ્ટિંગ માટે રાહ જોવી પડશે. આનંદ પટેલનું સ્થાને હવે ડી.પી દેસાઇને રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

Whatsapp share
facebook twitter