+

Taral Bhatt : જુનાગઢ બદલી બાદ સવા વર્ષમાં 100 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, અનફ્રીઝ કરવા મોટી રકમ માગી!

જુનાગઢ (Junagadh) તોડકાંડ કેસમાં આરોપી અને સસ્પેન્ડ PI તરલ ભટ્ટ (Taral Bhatt), SOG PI એ.એમ. ગોહિલ (A.M.Gohil) અને SI દીપક જાની ( Deepak Jani) સામે ફરિયાદ નોંધાયા બાદ એટીએસ (ATS)…

જુનાગઢ (Junagadh) તોડકાંડ કેસમાં આરોપી અને સસ્પેન્ડ PI તરલ ભટ્ટ (Taral Bhatt), SOG PI એ.એમ. ગોહિલ (A.M.Gohil) અને SI દીપક જાની ( Deepak Jani) સામે ફરિયાદ નોંધાયા બાદ એટીએસ (ATS) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી તરલ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. તરલ ભટ્ટની જુનાગઢ બદલી બાદ 100 જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તપાસમાં દારૂ અને જુગારના કેસના ઓથા હેઠળ 386 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું પણ ખુલ્યું છે.

માધુપુર સટ્ટાકાંડ અને જૂનાગઢમાં (Junagadh) મહા તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટની (PI Taral Bhatt) ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ટીમે અમદાવાદ (Ahmedabad) માંથી ધરપકડ કરી હતી. આરોપી પીઆઈ તરલ ભટ્ટની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. માહિતી મુજબ, પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, પીઆઈ તરલ ભટ્ટે જુનાગઢ બદલી બાદ સવા વર્ષમાં ગેરકાયદેસર રીતે 100 જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. સાથે જ દારૂ અને જુગારના કેસના ઓથા હેઠળ 386 જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા અને ખાતા અનફ્રીઝ કરવા મોટી રકમની માગ કરી હતી. હવે ATS ની ટીમ આ તમામ ફ્રીઝ ખાતાની માહિતી એકત્રિત કરી રહી છે.

સટ્ટાબાજોના એકાઉન્ટ ફ્રીઝ કરી મોટી રકમ પડાવી!

માહિત મુજબ, એટીએસની ટીમ (Gujarat ATS) દ્વારા તમામ બેન્ક એકાઉન્ટ હોલ્ડરની પણ પૂછપરછ કરવામાં આવશે. જે હેઠળ કયાં કારણોસર એકાઉન્ટ ફ્રીઝ થયા અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે કેટલા રૂપિયા માગ્યામાં આવ્યા હતા સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત, આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, ક્રિકેટ સટ્ટાના બેટિંગ કરતા વ્યક્તિના એકાઉન્ટ ફ્રીઝ કરાવી તેમના ખાતામાં જમા રકમમાંથી 30થી 40 ટકા રકમ પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

ન્યૂડ કોલ કેસમાં પણ આરોપીઓના એકાઉન્ટ ફ્રીઝ કર્યા

આ સિવાય માણાવદરના (Manavdar) ન્યૂડ કોલના આરોપીઓ પાસેથી પણ રૂપિયા પડાવ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસમાં 3 વ્યક્તિના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ પણ પીઆઈ તરલ ભટ્ટ કરી રહ્યા હતા. આથી આ કેસમાં 3 આરોપીની ધરપકડ બાદ તેમના એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરવી મોટી રકમ પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે એટીએસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો – Gujarat Police : ફેરિયાની દીકરીના હ્રદયનું મોંઘુદાટ ઓપરેશન PSI એ કરાવ્યું

Whatsapp share
facebook twitter