+

Surat : ભાડું વસૂલનારા શખ્સના રિમાન્ડ મંજૂર, મુખ્ય આરોપી મકાન માલિક-માતા હાલ પણ ફરાર

સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. આ મામલે આરોપી અશ્વિન વેકરિયાના (Ashwin Vekaria) બે દિવસનાં પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે.…

સુરતના (Surat) સચિન GIDC વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. આ મામલે આરોપી અશ્વિન વેકરિયાના (Ashwin Vekaria) બે દિવસનાં પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે. જો કે, પોલીસે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. મકાન માલિક રાજ કાકડિયા અને તેની માતા રમીલાબેન કાકડિયા હાલ પણ પોલીસ પકડથી દૂર છે. તપાસ મુજબ, આરોપી અશ્વિન વેકરિયા ભાડું વસૂલીને મકાન માલિકને આપતો હતો.

આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતના સચિન GIDC વિસ્તારમાં (Sachin GIDC) આવેલ બી.એમ. નગર સોસાયટીની 6 માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ મામલે પોલીસે અશ્વિન વેકરિયા નામના શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપીનાં 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી અશ્વિન વેકરિયા ભાડું વસૂલીને મકાન માલિકને આપતો હતો. જો કે, મકાન માલિક રાજ કાકડિયા અને તેની માતાની પોલીસ હાલ પણ શોધખોળ કરી રહી છે.

મુખ્ય આરોપી મકાન માલિક અને તેમની માતા હાલ પણ ફરાર

કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, આરોપીની વધુ પુછપરછ કરવી જરૂરી છે. કારણ કે, આરોપી અશ્વિન ભાડુંઆતો પાસેથી ભાડું વસૂલીને મકાન માલિક રાજ કાકડિયા અને તેમના માતા રમીલાબેનને (Ramilaben Kakadia) આપતો હતો. મુખ્ય આરોપી મકાન માલિક હાલ પણ પોલીસ પકડથી દૂર છે. રાજ કાકડિયા (Raj Kakadia) અમેરિકા રહે છે અને તેમની માતા રમીલાબેન પણ રહેણાંક સ્થળેથી મળી આવ્યા નથી. આરોપી અશ્વિન અન્ય આરોપીઓની હકીકત છુપાવી રહ્યો છે. તે આ બાબતેથી અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે. આરોપી અશ્વિનને સંપૂર્ણ માહિતી હોવા છતાં ગોળ ગોળ જવાબ આપે છે. સરકારી વકીલે જણાવ્યું કે, એવી માહિતી છે કે, ઘટના બાદ રમીલાબેન અશ્વિન વેકરિયા સાથે મોબાઈલ પર સંપર્કમાં હતા. ફોનમાં બિલ્ડિંગનાં (Building Collapsed in Surat) દસ્તાવેજો થેલામાં ભરી છુપાવી દેવા મામલે વાતચીત પણ થઈ હતી. કોલ ડિટેલનાં આધારે આ વાત બહાર આવી છે. ઘટનામાં અન્યોની સંડોવણી હોવા અંગે પણ તપાસ જરૂરી છે.

સુરત તંત્ર એક્શન મોડમાં, 14 જર્જરિત મકાનોને નોટિસ

બીજી તરફ આ દુર્ઘટના બાદ સુરત તંત્ર (SMC) હરકતમાં આવ્યું છે. ઉધના ઝોન વિસ્તારમાં આવેલી 12 જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે. પાલિકા દ્વારા છેલ્લા 4 વર્ષથી વારંવાર નોટિસ ફટકારવા છતાંય સ્થાનિકો ઘર છોડવા તૈયાર નથી. આથી હવે, તંત્ર ઉધના (Udhana) ઝોનમાં આવેલ જર્જરિત જૈનબ મંઝિલનું પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નંખાશે એવી માહિતી છે. આ મામલે ગતરોજ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પાલિકાએ બિલ્ડિંગ અંગેનો સ્ટ્રક્ચર રિપોર્ટ જમા કરાવવા માટે પણ સૂચના આપી છે. આ સાથે 7 દિવસમાં પાણી અને ટેનેટનું કનેક્શન કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો – Surat : બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત, 2 શખ્સ સામે મોટી કાર્યવાહી!

આ પણ વાંચો – Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત

આ પણ વાંચો – PAVIJETPUR : મુખ્યમાર્ગ પરનું જર્જરિત નાળુ ગમે ત્યારે બેસી જવાનો ભય

Whatsapp share
facebook twitter