+

Surat : રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની P P Savani University માં દિવ્યતા સાથે ઉજવણી

Surat : દક્ષિણ ગુજરાતની મધ્યમાં આવેલી P P Savani University માં રામ જન્મસ્થાન મંદિર પ્રતિષ્ઠાની ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી.જેમાં રામાયણના વિવિધ પત્રોના ચિત્રો અને તેમનું જીવન કથન દર્શાવતા…

Surat : દક્ષિણ ગુજરાતની મધ્યમાં આવેલી P P Savani University માં રામ જન્મસ્થાન મંદિર પ્રતિષ્ઠાની ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી.જેમાં રામાયણના વિવિધ પત્રોના ચિત્રો અને તેમનું જીવન કથન દર્શાવતા ચિત્રો સમગ્ર પરિષરમાં મૂકવામાં આવ્યા હતા.રામલલ્લાની ભવ્ય શોભાયાત્રામાં વિધ્યાર્થીઓ દ્વારા નીકળી ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિ ડો. પરાગ સંઘાણી અને રજીસ્ટ્રાર ડો. સતિશ બિરાદર તથા ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો.બિંદેશ પટેલ તથા વિવિધ વિભાગના આચાર્યો,પ્રધાપકો અને વિધ્યાર્થીઓએ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની પૂજન અને આરતી વડે ભક્તિ વંદના કરી  હતી’ 

અયોધ્યામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સંપન્ન થતાં મંદિર પ્રતિષ્ઠાના કાર્યનું જીવંત પ્રશારણ રજૂ થયું અને ત્યાર બાદ Surat યુનિવર્સિટીના કુલપતિ ડો. પરાગ સંઘાણીજીએ યુનિવર્સિટીમાં વિધ્યાર્થીઓ માટે વિવિધ નવા પ્રકલ્પોની જાહેરાત કરી.


P P Savani University  દ્વારા કાર્યરત સેન્ટર ફોર લાઈફસ્કિલ કોર્ષ (CLSC) દ્વારા રામાયણના જ્ઞાનને જન મન સુધી સ્થાપિત કરવા તથા રામાયણના આદર્શ પત્રોના જીવન કાર્ય માથી પ્રેરણા પ્રાપ્ત થાય તેવા હેતુથી ‘ Learnings from Ramayana’ નો બે ક્રેડિટનો કોર્ષનો આજના પાવન અવસરે કુલપતિ ડો. પરાગ સંઘાણીજી દ્વારા અનાવરણ કરવામાં આવ્યો , આ કોર્ષના અભ્યાશથી વિધ્યાર્થીઓ એક આદર્શ વ્યક્તિ બને તેવું માર્ગદર્શન કુલપતિ ડો. પરાગ સંઘાણીજી દ્વારા દરેકને આપવામાં આવ્યું, તથા યુનિવર્સિટીના તમામ કર્મચારી માટે ‘ઇમોશનલ વેલ્લ્બેંગ લિવ’ ની વિશેષ રજાઓ જાહેર કરી.

આ  પણ  વાંચો  – Gandhinagar : BAOU ખાતે રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter