+

Surat : હવે એવું લાગે છે કે હું મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું : પરશોત્તમ રૂપાલા

ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા વિરોધ વચ્ચે કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) દ્વારા પ્રચાર હાલ યથાવત છે. આજે…

ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા વિરોધ વચ્ચે કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) દ્વારા પ્રચાર હાલ યથાવત છે. આજે પ્રચાર માટે પરશોત્તમ રુપાલા સુરત (Surat) પહોંચ્યા હતા, જ્યાં તેમનું તમામ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. દરમિયાન, પરશોત્તમ રૂપાલાએ ઉમિયા માતાજીનાં દર્શન કર્યા હતા. પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, માતાજી સાથે તમારા બધાનાં આશીર્વાદ મળ્યા તે માટે આભાર વ્યક્ત કરું છું.

અલગ-અલગ સમાજના આગેવાનોએ રૂપાલાનું સ્વાગત કર્યું

વિરોધ વચ્ચે રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે સુરતના (Surat) પ્રવાસે છે. સવારે તેઓ મોટા વરાછાના (Mota Varachha) ગોપિયન ગામે યોજાયેલ પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાનું અલગ-અલગ તાલુકાના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. માહિતી મુજબ, ધારાસભ્ય મનુ ફોગવા (Manu Phogwa), પદ્મશ્રી મથુરભાઈ સવાણી, દાસભાઈ ધામી, ચંપકભાઈ ઉનડકટ, મેરામણભાઈ આહીર, ભૂપતભાઇ આહીર (Bhupatbhai Ahir), મહેશભાઈ સવાણી, કિશોરભાઈ કિકાણી, લાવજીભાઈ બાદશાહ, સી.પી. વાનાણી, જીવરાજ ગજેરા, mla પ્રવીણભાઈ ઘોઘારી, રવજીભાઈ રવાણી સહિત અલગ-અલગ સમાજના આગેવાનોએ પરશોત્તમ રૂપાલાનું સ્વાગત કર્યું હતું.

હું મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું : પરશોત્તમ રૂપાલા

પરશોત્તમ રૂપાલાએ વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર (Umiya mata Temple) ખાતે મા ઉમિયાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સભા હોલમાં હાજર લોકોને કહ્યું હતું કે, રાજકોટ લોકસભાના અહીં વસતા લોકોને મળવા આવવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. માતાજીનાં આશીર્વાદનો લાભ મળ્યો તે બદલ સમાજનાં સૌ લોકોનો અંતઃકરણથી આભાર માનું છું. પરશોત્તમ રૂપાલાએ આગળ કહ્યું કે, આજના દિવસમાં હું આપ સૌ લોકોને મળવા આવ્યો છું. અગાઉ જ્યારે હું અહીં આવતો તો કહેતો કે હું મીની સૌરાષ્ટ્રમાં આવ્યો છું. પરંતુ હવે હું ગર્વપૂર્વક કહી શકું છું કે સુરતમાં વાત કરું તો મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું. આખા હિન્દુસ્તાનમાંથી લોકો અહીં ગુજરાન માટે આવે છે. સુરતના કારણે આખા દેશમાં આપણા રાજ્યની આબરું વધી છે. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલાની સાથે ભરત બોઘરા (Bharat Boghra) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – Gandhinagar : પરશોત્તમ રુપાલા સામે વિરોધ ખાળવા BJP ની બેઠક, રાજ શેખાવતે આપી આ ચીમકી!

આ પણ વાંચો – Kshatriya Samaj : ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય, કોંગ્રેસ માટે મોટો ઝટકો!

આ પણ વાંચો – BJP foundation day : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ધ્વજ ફરકાવી ઉજવણી કરી

Whatsapp share
facebook twitter