આજે સમગ્ર દેશમાં અયોધ્યા (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ વિવિધ સ્થળે શોભાયાત્રા, કાર-બાઇક રેલી, મહાઆરતી, મહાયજ્ઞ, અનુષ્ઠાન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Shanghvi) પણ આજે સુરતમાં (Surat) વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વાહનચાલકોને લાડનું વિતરણ કર્યું હતું.
સુરતમાં (Surat) ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Shanghvi) રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નીહાળ્યો હતો. માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હર્ષ સંઘવીના નવા ફ્લેટ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ પ્રસારણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યૂટી મેયર નીરવ શાહ સહિતના નેતાઓ તેમ જ અન્ય રામભક્તો હાજર રહ્યા હતા.
અયોધ્યમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પર્વ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં
સુરતમાં લાડુ વિતરણ કરી પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી
લોકોને રસ્તામાં રોકીને લાડુ આપ્યા
વાહન ચાલકો અને રાહદારીઓને ખવડાવ્યા લાડુ @HMOIndia @PMOIndia @CMOGuj @AmitShah @narendramodi @sanghaviharsh… pic.twitter.com/1Hi11vvlwt— Gujarat First (@GujaratFirst) January 22, 2024
VNSGU યુનિ.માં આયોજીત રામોત્સવમાં આપી હાજરી
આ ઉપરાંત, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતની VNSGU યુનિવર્સિટીમાં આયોજીત રામ મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સિવાય, હર્ષ સંઘવીએ સુરતમાં લાડુનું વિતરણ કર્યું હતું. શહેરમાં વાહનચાલકો અને રાહદારીઓને ગૃહરાજ્યમંત્રીએ લાડુ ખવડાવ્યા હતા અને અયોધ્યામાં યોજાઈ રહેલા ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (PranPratishta) મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો – Ramotsav : રાજ્યભરમાં શોભાયાત્રા, બાઈક-કાર રેલીઓ યોજાઈ, HC ના વકીલોનો હનુમાન ચાલીસા પાઠ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ