+

Draupadi Murmu : રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત દ્રોપદી મુર્મુ આ દિવસે આવશે સુરત, વાંચો વિગત

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ (Draupadi Murmu) સુરત (Surat) આવવાના છે. રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત દ્રોપદી મુર્મુજી સુરતની મુલાકાતે આવવાના છે. અહીં તેઓ SVNIT ના કર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ…

દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ (Draupadi Murmu) સુરત (Surat) આવવાના છે. રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત દ્રોપદી મુર્મુજી સુરતની મુલાકાતે આવવાના છે. અહીં તેઓ SVNIT ના કર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે, 12 ફેબ્રુઆરીએ યોજાનારા SVNIT ના 20માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, VIP અને સંસ્થાના ફોટોગ્રાફર સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.

1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

દેશના રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રોપદી મુર્મુ (Draupadi Murmu) પ્રથમ વખત ગુજરાતના સુરતની (Surat) મુલાકાતે આવવાના છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) માં 12 ફેબ્રુઆરીના રોજ 20 મો પદવીદાન સમારોહ યોજાવવાનો છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. તેમની મુલાકાતને લઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા પ્રોટોકોલ સઘન કરાયો છે. પદવીદાન સમારોહમાં SVNIT ના કુલ 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. માહિતી મુજબ, આ કાર્યક્રમમાં ગોલ્ડ મેડાલિસ્ટ 23 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરવામા આવશે. સંસ્થા દ્વારા જણાવ્યા મુજબ, દ્રોપદી મુર્મુની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને (Acharya Devvra) પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો Indranil Rajguru : કોંગ્રેસ નેતાનો રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, કહ્યું – ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેંચાય છે છતાં..!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter