+

SURAT: બારડોલીમાં ઝાડ અને દીવાલ પડવાની ઘટના સામે આવી

SURAT : સુરત (SURAT) જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે એવામાં ભારે વરસાદને લઈને ઝાડ અને દીવાલ પડવાના બનાવો પણ સામે આવ્યા છે. બારડોલીમાં દીવાલ અને ઝાડ પડવાની ઘટના સામે…

SURAT : સુરત (SURAT) જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે એવામાં ભારે વરસાદને લઈને ઝાડ અને દીવાલ પડવાના બનાવો પણ સામે આવ્યા છે. બારડોલીમાં દીવાલ અને ઝાડ પડવાની ઘટના સામે આવી છે જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

પાણી ભરાઈ જવાના દ્રશ્યો

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે એવામાં ભારે વરસાદને લઈને શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ ભારે વરસાદને લઈને ઝાડ અને દીવાલ પડવાના બનાવો પણ સામે આવ્યા છે.

કારને ભારે નુક્શાન

બારડોલીના પટેલ નગર પાસે જૂની દીવાલ ધરાશાહી થઇ હતી. દીવાલની પાસે એક કાર પાર્ક હતી જેના પર આ દીવાલ પડી હતી જો કે સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ સવાર ના હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ કારને ભારે નુક્શાન થયું હતું.

વૃક્ષ ધરાશાયી થઇ ગયું

બીજી તરફ બારડોલીમાં આજે ઝાડ પડવાની ઘટના પણ સામે આવી છે. વામદૂત શાળાના કેમ્પસ માં અંદાજીત ૧૫ વર્ષ જુનું વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. વૃક્ષની નીચે ૫ જેટલી બાઈક પાર્ક કરેલી હતી આ બાઈક પર વૃક્ષ પડતા વાહનો દબાઈ ગયા હતા જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ખેડૂતોમાં હરખની હેલી

સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી અને આજે પણ સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી ફરી એકવાર કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ, બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ, ચોર્યાસી અને માંડવીમાં વરસાદ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો —  BHARUCH : મક્તમપુરમાં જર્જરિત ફ્લેટની ગેલેરી ઘસી પડતા ભય પ્રસર્યો

Whatsapp share
facebook twitter