+

Surat : જહાંગીરપુરામાં ગીઝર ગેસ લીકેજ થતાં 4 લોકોનાં મોત થયાં હોવાનો અનુમાન, PM રિપોર્ટની રાહ

સુરતનાં (Surat) જહાંગીરપુરામાં ગઈકાલે એક જ પરિવારનાં 4 શભ્યોના શંકાસ્પદ રીતે મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસ દરમિયાન 4 મૃતદેહોનાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે, જે બાદ વિશેરાનાં…

સુરતનાં (Surat) જહાંગીરપુરામાં ગઈકાલે એક જ પરિવારનાં 4 શભ્યોના શંકાસ્પદ રીતે મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસ દરમિયાન 4 મૃતદેહોનાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે, જે બાદ વિશેરાનાં સેમ્પલ બાદ PM રિપોર્ટ જાહેર કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં ઝેરી ગેસ શ્વાસમાં ભળવાનાં કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત

સુરતનાં (Surat) જહાંગીરપુરામાં આવેલ રાજન રેસિડેન્સીના (Rajan Residency) એક ફ્લેટમાં ગઈકાલે એક જ પરિવારનાં 4 સભ્યોના શંકાસ્પદ રીતે મોત થયા હોવાની ઘટના બની હતી. આ મામલે જાણ થતા જહાગીરપુરા પોલીસની (Jahangirpura Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની તપાસ મુજબ, મૃતકોમાં 3 મહિલા અને 1 વૃદ્ધ સામેલ હતા. મૃતકોની ઓળખ જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ મેવાડા તરીકે થઈ હતી. મૃતક જશુબેન ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતી. જશુબેન વાઢેર તેના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતાં હતાં.

મૃતદેહોને PM અર્થે મોકલાયાં

ગીઝરમાંથી ગેસ લીકેજ થતાં ગૂંગળામણથી મોત થયાનાં અનુમાન

માહિતી મુજબ, પોલીસ દ્વારા ચારેય મૃતદેહોને પેનલ પોસ્ટમોર્ટમ (postmortem) માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જો કે, ત્યાર બાદ વિશેરાનાં સેમ્પલ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં ઝેરી ગેસ શ્વાસમાં ભળવાનાં કારણે ચારેય લોકોના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘરમાં રહેલા ગીઝરમાંથી ગેસ લીકેજ (geyser Gas) થતાં ઘટના બની હોવાનો હાલ અનુમાન છે. કાર્બન મોનોક્સાઈડ (Carbon monoxide) લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો હતો. જો કે, ઘટના પાછળની સાચી હકીકત પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.

 

આ પણ વાંચો – Surat : સુરતનાં જહાગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત

આ પણ વાંચો – Surat : કામરેજ પોલીસ મથકના PI સામે મોટી કાર્યવાહી, પોલીસ બેડામાં હડકંપ!

આ પણ વાંચો – Ahmedabad : વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂકી મોતની છલાંગ લગાવી

Whatsapp share
facebook twitter