+

Saputara : લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત, અન્ય એક બાળકીએ Gujarat First ને વર્ણવી આપવીતી!

સાપુતારા ઘાટમાં (Saputara ) ગઈકાલે સુરતની (Surat) એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બસમાં સવાર 65 પૈકી 30 થી…

સાપુતારા ઘાટમાં (Saputara ) ગઈકાલે સુરતની (Surat) એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બસમાં સવાર 65 પૈકી 30 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુજરાત ફર્સ્ટે (Gujarat First) બસમાં સવાર નાની બાળકીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, એક બાળકીએ જણાવ્યું કે, ડ્રાઇવર અંકલ બસ બહુ તેજ હંકારી રહ્યા હતા! કોઈ ગાડીને ક્રોસ કરવા ગયા અને અકસ્માત સર્જાયો.

2 માસૂમ બાળકોના ઘટના સ્થળે જ મોત થયા

ડાંગ (Dang) જિલ્લાના સાપુતારા ઘાટ (Saputara) ખાતે ગઈકાલે એક ગોઝારો અક્સમાત સર્જાયો હતો. સુરતની (Surat) એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બે માસૂમ બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. માહિતી મુજબ, બસમાં 65 જેટલાં લોકો સવાર હતા, જેમાંથી 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી મુજબ, 6 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ખાતે રવાના કરાયા છે. ઈજાગ્રસ્તોમાં 3 નાની બાળકીઓ પણ હાલ સારવાર હેઠળ છે. આ બાળકીઓ પોતાના દાદી સાથે સાપુતારા ફરવા ગઇ હતી. પ્રાથમિક તપાસ મુજબ, સુલતાના સૈયદ (ઉં. 65 વર્ષ), હિના સૈયદ (ઉં. 12 વર્ષ), આશિયા સૈયદ (ઉં. 9 વર્ષ) અને અલીના સૈયદ (ઉં. 7 વર્ષ) હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. જ્યારે જાવેદખાન લાકડાવાળા (ઉં. 40 વર્ષ) અને સબીર મન્સૂરીને (ઉં. 50 વર્ષ) સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.

‘ડ્રાઇવર અંકલ બસ બહું તેજ હંકારી રહ્યા હતા!’

ગુજરાત ફર્સ્ટે (Gujarat First) નાની બાળકીઓ સાથે વાતચીત કરી હતી. એક બાળકીએ જણાવ્યું કે, ડ્રાઇવર અંકલ બસ બહું તેજ હંકારી રહ્યા હતા! કોઈ ગાડીને ક્રોસ કરવા ગયા અને અકસ્માત (Saputara Accident) સર્જાયો હતો. અમારી સાથે ઘણા બધાને ઇજાઓ પહોંચી છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા બાળકીઓ ખૂબ જ ભાવુક થઈ હતી. માહિતી મુજબ, બસમાં સવાર અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સુરત સિવિલ ખાતે દાખલ કરાયા હતા.

 

આ પણ વાંચો – Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ…

આ પણ વાંચો – VADODARA : બેદરકાર બે ગેમઝોનના સંચાલક-મેનેજર સામે નોંધાઇ ફરિયાદ

આ પણ વાંચો – Ahmedabad : ‘જનેતાને શર્મસાર કરે તેવી ઘટના’ અંગત સ્વાર્થ માટે પોતાની જ દીકરીનું ગળું કાપી નાખ્યું

Whatsapp share
facebook twitter