+

Gandhinagar : ગેરકાયદેસર એલોપેથિક દવાનું વેચાણ કરતી મેડિકલ એજન્‍સી ઝડપાઈ, 10 લાખની દવાઓ જપ્ત

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) બે દિવસ પહેલા લાઇસન્સ વગર દવા બનાવતી ફેક્ટર ઝડપાઈ હતી. નકલી દવાનું (Fake Medicine) આ કૌભાંડ બહાર આવતા તંત્ર સક્રિય થયું છે. જે હેઠળ ખોરાક અને…

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) બે દિવસ પહેલા લાઇસન્સ વગર દવા બનાવતી ફેક્ટર ઝડપાઈ હતી. નકલી દવાનું (Fake Medicine) આ કૌભાંડ બહાર આવતા તંત્ર સક્રિય થયું છે. જે હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (food and drug regulatory system) દ્વારા ઇવાઇન બાયોટેક ખાતે માલિકની હાજરીમાં વિવિધ શંકાસ્પદ દવાના 6 નમૂના લઇ ચકાસણી માટે મોકલાતા હતા. સાથે જ સ્થળ પરથી 10 લાખની કિંમતની દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બોગસ મેડિકલ એજન્‍સીનો માલિક અગાઉ બનાવટી દવાની ફેક્ટરી પકડાઇ તે કૌભાંડમાં પણ સામેલ છે. આ મામલે તંત્રે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત રાજ્યનાં નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે જ રાજ્યમાં દવાનાં નમૂનાનું પરિક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે અને ગેરકાયદેસર–બનાવટી દવાનાં વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે, જેના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના (Dr. H. G. Koshia) માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્ય કચેરીના નાયબ કમિશ્નર (IB) વાય.જી. દરજી અને તંત્રના અન્ય અધિકારીઓએ સાથે મળી દરોડાની કાર્યવાહી કરી હતી.

ઇવાઇન બાયોટેકમાં દરોડાની કાર્યવાહી

આ કાર્યવાહી હેઠળ, ગાંધીનગરના (Gandhinagar) છત્રાલ GIDC નજીક અમ્બાવપુરા રોડ પર આવેલ ન્યૂ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ (Shriji Industries) ખાતેની ઇવાઇન બાયોટેકમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. તપાસ દરમિયાન ઇવાઇન બાયોટેકના (Evine Biotech) માલિક અંકિત પ્રજાપતિ દ્વારા ગેરકાયદેસર અને પરવાનગી વગર એલોપેથી દવાની એજન્‍સી ઊભી કરી તથા કેટલીક દવાઓ માર્કેટમાંથી ખરીદ કરી અને કેટલીક દવાઓના જાતે લેબલો લગાડી બારોબાર દવાનું વેચાણ ચાલુ કર્યું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ 6 દવાઓના નમૂનાઓ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલ્યા હતા.

વિવિધ દવાઓનો આશરે રૂ. 10 લાખની કિંમતનો જથ્થો જપ્ત

ઉપરાંત, તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી કુલ 17 જેટલી દવાઓનો આશરે 10 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ પેઢી દ્વારા તાજેતરમાં પકડાયેલી અને સ્પૂરિયસ API સપ્લાય કરતી શ્રી હેલ્થકેર નામની ઉત્પાદક પેઢીમાંથી પણ બનાવટી એઝિથ્રોમાઇસિન આશરે 100 કિગ્રા જેટલું API ખરીદીને આયાન્સ ફોર્મ્યુલેશન્સ પ્રા. લી., હાલોલ (Halol) ખાતે વેચાણ કર્યું હતું. આ એઝિથ્રોમાઇસિન આશરે 100 કિગ્રા જથ્થો ગોધરાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરી જપ્ત કરાયો હતો. આરોપીઓ છેલ્લા 6 માસથી આવી રીતે ગેરકાયદેસર અને લાઇસન્‍સે વગર દવાની એજન્‍સી ચાલુ કરી દવાઓનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીઓ ક્યાંથી અને કેવી રીતે દવાઓ ખરીદી અને કોને-કોને વેચાણ કરતા હતા ? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આરોપીઓ સામે કડક કાર્યવાહી

ડૉ. એચ. જી. કોશિયાના (Dr. H. G. Koshia) જણાવ્યું મુજબ, સદર મેડિકલ એજન્‍સીની તપાસ દરમિયાન હકીકત સામે આવી છે કે, કોઇપણ જાતની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખૂબ જ ગંભીર કૃત્ય આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો – Raid : તમે લો છો એ દવા બનાવટી તો નથી ને..? વાંચો આ કિસ્સો…

આ પણ વાંચો – Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

આ પણ વાંચો – Gift City : અત્યાર સુધી માત્ર 600 લીટર દારુ પીવાયો…

Whatsapp share
facebook twitter