+

Rath Yatra : રથમાં રાતવાસો કરી આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થયા, સુરતમાં રથનું પૈડું નીકળ્યું

અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાનું (147th Rath Yatra) શાંતિપૂર્ણ સમાપન થયું હતું. રથયાત્રામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈકાલે…

અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલે ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાનું (147th Rath Yatra) શાંતિપૂર્ણ સમાપન થયું હતું. રથયાત્રામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઈકાલે ભગવાન જગન્નાથજીએ મોટાભાઈ બલરામ (Balaramji), બહેન સુભદ્રાજી (Subhadraji) સાથે નગરચર્ચા પૂર્ણ કર્યા બાદ રથમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે આજે ભગવાન જગન્નાથીજીની પ્રતિમાને નિજ મંદિરમાં ફરી સ્થાપિત કરવામાં આવી છે. એક બાદ એક મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે.

નગરચર્ચા બાદ આજે નિજ મંદિરમાં પ્રતિમાઓની સ્થાપના

અમદાવાદમાં અષાઢી બીજના રોજ એટલે કે ગઈકાલે ભગવાન જગન્નાથજી (Lord Jagannathji), મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથજીની આ 147 મી રથયાત્રા ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. નિજ મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર જઈને રથયાત્રા પરત નિજ મંદિર (Jagannath Temple) ફરી હતી. જો કે, રથમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ આજે ભગવાનની પ્રતિમાને નિજ મંદિરમાં ફરી સ્થાપિત કરવામાં આવી છે. મંત્રોચ્ચાર અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરીને એક બાદ એક પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી છે.

રુક્મિણી દેવીએ દ્વાર ન ખોલતા ભગવાનનો રથમાં જ રાતવાસો

પૌરાણિક કથાઓ મુજબ, જગતનાં નાથથી નારાજ લક્ષ્મી સ્વરૂપા રુક્મિણી દેવીએ (Rukmini Devi) દ્વાર ન ખોલતા ભગવાને રથમાં જ રાતવાસો કરવો પડ્યો હતો. ત્રણેણ ભાઈ-બહેન એકલા મોસાળ જતાં રહેતા રુક્મિણીજી નારાજ થયા હતા. જો કે, આજે સવારે ભગવાન માટે નિજ મંદિરનાં દ્વાર ખોલતા મહંત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરાયા છે. નગરચર્યા કર્યા બાદ આજે ભગવાનની નજર ઉતારવામાં આવશે. નગરચર્યા સમયે કોઈની મીઠી નજર ન લાગે તે માટે જગતનાં નાથની નજર ઉતારવામાં આવે છે.

શહેર પોલીસ કમિશનરનો અભિનંદન સંદેશ

અમદાવાદમાં (Ahmedabad) શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાનું (147th Rath Yatra) સમાપન થતા શહેર પોલીસ કમિશનરે (City Police Commissioner) અભિનંદન સંદેશ પાઠવ્યો હતો. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તે માટે બંદોબસ્ત માટે આવેલા કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. જણાવી દઈએ કે, રથયાત્રાને લઈ છેલ્લા ઘણા દિવસથી ચુસ્ત સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી હતી.

સુરત રથયાત્રામાં રથનું પૈડું નીકળ્યું.

સુરત રથયાત્રામાં રથનું પૈડું નીકળ્યું

સુરતમાં રથયાત્રા (Surat Rath Yatra) દરમિયાન રથનું પૈડું નીકળી ગયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, રથયાત્રા નિજ મંદિરે પરત ફરી રહી હતી ત્યારે ડભોલી બ્રિજ પાસે રથનું પૈડું નીકળી ગયું હતું. જો કે, SOG ના DCP રાજેન્દ્રસિંહ નકુમ (Rajendra Singh Nakum) અને PI અશોક ચૌધરીએ (Ashok Chaudhary) સુઝબૂઝ વાપરી તુરંત જ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને જુદી-જુદી પોલીસ જીપમાં બેસાડી નિયત સમયે નિજ મંદિરે પ્રભુનું પ્રસ્થાન કરાવ્યું હતું. SOG પોલીસની સુઝબૂઝથી ઇસ્કોનનાં ભક્તો સહિત સૌ કોઈએ ખુશી વ્યક્ત કરી હતી અને કામગીરીને બિરદાવી હતી.

 

આ પણ વાંચો – Rath Yatra : નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથનું અમી છાંટણા સાથે થયું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો – Gondal: ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી

આ પણ વાંચો – Porbandar : સુદામાપુરીમાં ભગવાન જગન્નાથને 100 વર્ષ જૂના રથમાં બિરાજમાન કરાયાં

Whatsapp share
facebook twitter