+

Rajkot : સળગતી ઈંઢોણી રાસની શું છે વિશેષતા…

અહેવાલ- રહીમ લાખાણી -રાજકોટ  માતાજીના નવલા નોરતા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિની ભક્તીમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે…

અહેવાલ- રહીમ લાખાણી -રાજકોટ 

માતાજીના નવલા નોરતા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિની ભક્તીમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. રાજકોટમાં એક માત્ર મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોળીનો રાસ શહેરી જનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે અને આ જ રાસ માટે બાળાઓએ 1 માસ થી પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

ગરબા ના ગીત ની વાત કરીએ તો..

જલતો જલતો જાય,
અંબે માનો ગરબો જલતો જાય..

પવન ઝપાટા થાય તોય,
માનો ગરબો ઝલતો જાય..

અંબે માનો ગરબો જલતો જાય.. ના ગીત પર આ ગીત પર આ રાસ રમવા માં આવે છે…

માતાજી ની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ અને આયોજન પણ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વર્ષે 16 માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના નવે’ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો માંની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવતા હોય છે…રાજકોટ ના શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસ ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે.

 

સળગતી ઈંઢોણી રાસ ની શું છે વિશેષતા…

આ રાસની વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમ તી જોવા મળે છે. અને તે વેળાએ માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઇ હોય તેવા દ્રશ્યો નિહાળવા જોવા મળે છે..આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો પડે છે એ પણ ડરને જન્માવે છે. જયારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માંના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે ભકિતની શકિત વિના અને માંના આશિર્વાદ વગર આ કરવું એ શ્ક્ય બનતું નથી…

સળગતી ઇંઢોણી માથે લઇને ઘૂમતી જોવીએ પણ એક લ્હાવો

રાજકોટ માં હાલ નવરાત્રિની પ્રેકટીસ ચાલી રહી છે. ત્યારે આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેકટીસ કરતી 6 બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ ડર્યા વિના પ્રેકટીસમાં લાગી ગઇ છે. મજાની વાત એ છે કે પ્રેકટીસ પણ માંના આશિર્વાદનું કવચ બાળાઓને આ છ બાળાઓને સળગતી ઇંઢોણી માથે લઇને ઘૂમતી જોવીએ પણ એક લ્હાવો છે.

 

16 માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું 

ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે, શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 15 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે 16 માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં 30 બાળાઓ રાસ રમી રહી છે. અને સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાઈ છે. કુલ 12 બાળાઓને તાલીમ આપવામાં આવી રહી છે.

 

નવરાત્રી દરમિયાન ત્રીજા, છઠા અને નવમા દિવસે આ રાસનું સ્ટેજપર આયોજન કરાઈ છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાઈ છે. કલાકારો દ્વારા ગરબા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે.ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે. ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.

 

આ  પણ  વાંચો –આ સ્થળે ગરબામાં માત્ર ટ્રેડિશનલ ડ્રેસ અને કપાળ પર તિલક કરીને આવનારાને જ એન્ટ્રી, જાણો શું છે કારણ

 

 

Whatsapp share
facebook twitter