+

Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

Rajkot Tragedy : રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરીને TPO મનોજ સાગઠિયાની (TPO Manoj Sagathia) ધરપકડ કરી છે. સાથે…

Rajkot Tragedy : રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં રાજકોટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરીને TPO મનોજ સાગઠિયાની (TPO Manoj Sagathia) ધરપકડ કરી છે. સાથે જ ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી (ATPO Gautam Joshi) અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી છે. માહિતી મુજબ, ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સસ્પેન્ડ કર્યા છે.

આ અધિકારીઓની કરાઈ ધરપકડ

રાજકોટમાં આખરે અગ્નિકાંડના પાપીઓ પર રાજ્ય સરકારે કાર્યવાહીનો કોરડો વિંઝ્યો છે. માહિતી મુજબ, TPO મનોજ સાગઠિયા સહિત કુલ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે ATPO મુકેશ મકવાણા (ATPO Mukesh Makwana), ATPO ગૌતમ જોશી અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી છે. સાથે ગૌતમ જોશી અને રોહિત વિગોરાને (Rohit Vigora) ફરજ પરથી પણ સસ્પેન્ડ કર્યા છે.

સરકાર દ્વારા કાર્યવાહી તેજ કરાઈ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Tragedy) બાળકો, મહિલાઓ સહિત કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. આ 27 મૃતકની DNA ના આધારે ઓળખ કરાઇ છે અને તમામ મૃતદેહ વાલી વારસોને સોંપી દેવાયા છે. આ ગોઝારા અગ્નિકાંડને (Rajkot TRP fire incident) લઈ લોકોના રોષ અને મીડિયાના દબાણના કારણે તંત્ર દ્વારા તેજ તપાસ કરવામાં આવી રહી છે અને એક પછી એક આરોપીઓની ધરપકડ સાથે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Rajkot Tragedy : રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, 4 અધિકારીઓની થઈ ધરપકડ

આ પણ વાંચો – TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!

આ પણ વાંચો – RAJKOT ના ગેમઝોન અગ્નિકાંડ બાદ નાગરિકો અને તંત્ર બન્યું જાગૃત, ફાયર સેફટી યંત્રોની માંગ આસમાને

Whatsapp share
facebook twitter