+

RAJKOT : રૂપાલાને મોટી રાહત, ચૂંટણી અધિકારીએ આપી ક્લીનચીટ

RAJKOT : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ (RAJKOT) લોકસભા (LOKSABHA 2024) બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) માટે આજે મોટા રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની સામેની…

RAJKOT : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ (RAJKOT) લોકસભા (LOKSABHA 2024) બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) માટે આજે મોટા રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની સામેની આચાર સંહિતા (MODEL CODE OF CONDUCT) ભંગની ફરિયાદ મામલે ક્લીનચીટ આપી છે. લોકસભા – 2024 ની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં ટીપ્પણી કરવા બદલ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

અન્ય શહેરોમાં પણ રૂપાલા વિરૂદ્ધ રોષ ફાટી નિકળ્યો

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા તેમની ચોક્કસ સમાજ સામેની ટીપ્પણીને લઇને વિવાદમાં આવ્યા છે. આ વાતનો છેલ્લા લાંબા સમયથી વિરોધ પણ ચાલી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ નહિ પરંતુ અન્ય શહેરોમાં પણ રૂપાલા વિરૂદ્ધ રોષ ફાટી નિકળ્યો છે. અને તેમની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ પ્રતિદીન પ્રબળ બની રહી છે. તો બીજી તરફ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી ટીપ્પણી બદલ ચૂંટણી પંચ સમક્ષ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રૂપાલા અને તેમના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો

આ ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં પરષોત્તમ રૂપાલાને આચાર સંહિતા ભંગની ફરિયાદમાં ક્લીનચીટ મળી છે. જેને લઇને રૂપાલા અને તેમના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચૂંટણી અધિકારી તરફથી તો ક્લીનચીટ મળી ગઇ પરંતુ સમાજના આગેવાનો હજી પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા રૂપાલાની ટિકિક કાપવાની માંગ બળવત્તર કરી રહ્યા છે.

આગળ શું થાય તેના પર સૌ કોઇની નજર

ગતરોજ ભાપજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પણ સમાજના આગેવાનોને રૂપાલાને માફ કરી દેવા જણાવ્યું હતું. પરંતુ સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે. અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહિ આવે ત્યાં સુધી વિરોધ દર્શાવવાની તૈયારીઓ બતાવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય તેના પર સૌ કોઇની નજર રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રૂપાલા માટે ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રાહતના સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો — VADODARA : ઉનાળામાં ચોમાસાની ચિંતા કરતું તંત્ર, 31 ગામોમાં વિશેષ તૈયારી કરવા સુચન

Whatsapp share
facebook twitter