+

Rajkot: જયેશ બોઘરા ફરી બન્યા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન

Rajkot: રાજકોટ (Rajkot)માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટ યાર્ડ(marketing yard)ના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે…

Rajkot: રાજકોટ (Rajkot)માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને સૌની નજર મંડાયેલી હતી. આજે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટ યાર્ડ(marketing yard)ના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા (jayesh boghra)અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને (vijay korat)સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઇ

ભાજપ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી જેમાં જયેશ બોધરા અને પરષોત્તમ સાવલિયા સહિતનાએ સેન્સ આપી હતી. જયેશ રાદડીયાએ જયેશ બોધરા માટે લોબિંગ શરૂ કર્યું હતું જ્યારે બીજી તરફ પરષોત્તમ સાવલિયાએ પણ બનવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી ત્યારે આજે ચૂંટણીમાં હાજર સભ્યોએ સર્વામુનતે ચેરમેન પદ માટે જયેશ બોઘરાના નામને સમર્થન આપ્યું હતું. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અને રાજ્યમાં ત્રીજું સ્થાન ધરાવે છે. રાજકીય રીતે સહકારી ક્ષેત્રના રાજકારણમાં બેડી માર્કેટિંગ યાર્ડ મહત્વનું માનવામાં આવે છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે, આ વખતની બેડી માર્કેટિંગ યાર્ડની ચેરમેન પદની ચૂંટણી રસપ્રદ રહેશે પરંતુ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ફરીએકવાર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.

આ પણ  વાંચો  Bhavnagar: આંબલા ગામે બાળકો રમતા રમતા મિક્સરમાં આવી જતા મોત

આ પણ  વાંચો  – VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

આ પણ  વાંચો  – Liquor Trafficking: દારૂ ભરેલા વાહનોનો પીછો કરી લૂંટ ચલાવતી બદમાશ પોલીસ ગેંગ

Whatsapp share
facebook twitter