+

Rajkot :અગ્નિકાંડમાં સરકારના એક્શન અંગે હર્ષ સંઘવીનું નિવેદન

Rajkot : રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં હજી પરિવારોને તેમના પરિજનોના મૃતદેહ ઓળખાતા નથી તેને લઈ રાજય સરકાર દ્રારા FSLમાં DNA ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ પરિજનોની ઓળખ થાય તેમ…

Rajkot : રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં હજી પરિવારોને તેમના પરિજનોના મૃતદેહ ઓળખાતા નથી તેને લઈ રાજય સરકાર દ્રારા FSLમાં DNA ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ પરિજનોની ઓળખ થાય તેમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવે છે,આજે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi )દ્રારા ગાંધીનગર FSL ખાતે ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી,અને DNA કામગીરી બરોરબર ચાલે છે કે નહી તેને લઈ માહિતી મેળવી હતી.

 

 

DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 33 જિંદગી બળીને ખાખ થઈ હતી. અજુગતી વાત તો એ છે કે, કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ટીઆરપી ગેમઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યૂની છે. બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહોતી, આથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પાંચ બુલડોઝર દોડાવ્યા હતા અને ધીમે-ધીમે શેડ તોડી પાડી ગેમ ઝોન સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે.

આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા

રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના શનિવારે સાંજે બની હતી. ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો ‘ટીઆરપી ગેમ ઝોન’માં માનવીય બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા 32 નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ ગયા હતા. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.

મૃતકોના પરિજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

આ  પણ  વાંચો Rajkot Fire Incidentમાં ફાયર બ્રિગેડનો વળતો પ્રહાર….

આ  પણ  વાંચો – Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

આ  પણ  વાંચો Takshashila fire : ન્યાયને ઝંખી રહેલા પીડિતો…!

 

Whatsapp share
facebook twitter