+

Rajkot GameZone : અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો ? : HC

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone) મામલે થયેલ સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સરકારની જબરદસ્ત ઝાટકણી કાઢી કહ્યું કે,…

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone) મામલે થયેલ સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સરકારની જબરદસ્ત ઝાટકણી કાઢી કહ્યું કે, અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? કમિશનરો દુર્ઘટનાને લઇ હાથ ઊંચા ન કરી શકે. કોર્ટે સરકારને પૂછ્યું કે શું તમે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો ? બીજી તરફ સરકારે SIT ના રિપોર્ટનો હવાલો આપી કહ્યું કે, અંતિમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ મામલે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.

કમિશનરો દુર્ઘટનાને લઇ હાથ ઊંચા ન કરી શકે : HC

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP Game Zone) માસૂમ બાળકો સહિત કુલ 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટનાને લઈ થયેલ સુઓમોટો (suo moto) અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા (RMC) તરફથી રજૂ કરાયેલા સોગંદનામાં પર દલીલ થઈ હતી. કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને સખત વલણ અપનાવી કમિશનરો, અધિકારીઓની જવાબદારી મુદ્દે પ્રશ્ન કર્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું કે શું તમે કમિશનર, અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો ? બીજી દુર્ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરશો? કોર્ટે કહ્યું કે, અમને ખબર છે ક્યાં શું ચાલી રહ્યું છે ? કમિશનરો દુર્ઘટનાને લઇ હાથ ઊંચા ન કરી શકે.

‘ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી’

રાજકોટ DCP પાર્થરાજસિંહ ગોહિલ (DCP Partharaj Singh Gohil) પણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી (Kamal Trivedi) કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે સરકાર વતી દલીલ કરી કે, SIT ના અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. SIT એ સંપૂર્ણ રિપોર્ટ માટે વધુ બે મહિનાનો સમય માંગ્યો છે. સરકાર દ્વારા 28 જૂન સુધી રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયો છે. સરકારે કોર્ટમાં કહ્યું કે, SIT ના રિપોર્ટ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરીશું જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે. સરકારી વકીલે કહ્યું કે, ઘટના બાદ તાત્કાલિક પગલાંઓ લેવામાં આવ્યા છે. કમિશનરોને કોઈ પોસ્ટિગ વિના ટ્રાન્સફર અપાયું છે. જો કે, કોર્ટે અધિકારીઓના ટ્રાન્સફર મુદ્દે કહ્યું હતું કે, ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી. ડિમોલેશનની નોટિસ બાદ પગલાં ન લેવાયા. જવાબદારો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવા કોર્ટે આદેશ આપ્યો હતો. કોર્ટે ટિકિટ વેચવાનો જ પરવાનો હોવાની નોંધ પણ લીધી હતી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે 13 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે.

SIT ની તપાસનો સમયગાળો વધાર્યો

રાજકોટ અગ્નિકાંડમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ત્યારે SIT દ્વારા આ કેસમાં તપાસ માટે વધુ બે મહિનાનો સમય માગવામાં આવ્યો હતો, જે સરકારે માન્ય રાખ્યો છે અને આખરી રિપોર્ટ 20 જૂન સુધી આપવા આદેશ કર્યો છે. રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે SIT ને 20 જૂન સુધી રિપોર્ટ સુપરત કરવા સમય આપ્યો છે.

આ પણ વાંચો – Rajkot Game Zone : ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો ?

આ પણ વાંચો – Rajkot GameZone : પોલીસ વિભાગ, મ્યુ. કોર્પો., માર્ગ- મકાન વિભાગની ગંભીર બેદરકારી!

આ પણ વાંચો – Rajkot TRP GameZone : વિવિધ NoC, જમીન માલિકી બાબતનાં પૂરાવા રજૂ કર્યાં નહોતા!

Whatsapp share
facebook twitter