+

Rajkot GameZone : ઊંડાણથી તપાસની જરૂર, દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ન બને : SIT વડા સુભાષ ત્રિવેદી

રાજકોટ TRP ગેમઝોન (Rajkot TRP GameZone) અગ્નિકાંડ મામલે તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. ત્યારે, SIT ના વડા સુભાષ ત્રિવેદી (Subhash Trivedi) રાજકોટ પહોંચ્યા છે. દરમિયાન, તેમણે ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટું…

રાજકોટ TRP ગેમઝોન (Rajkot TRP GameZone) અગ્નિકાંડ મામલે તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. ત્યારે, SIT ના વડા સુભાષ ત્રિવેદી (Subhash Trivedi) રાજકોટ પહોંચ્યા છે. દરમિયાન, તેમણે ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ફાયર વિભાગની કામગીરી કેવી છે ? મનપાના અલગ-અલગ વિભાગોની કામગીરી કેવી છે ? GDCR અને રૂડાનાં નિયમોને લઈને પણ તપાસ ચાલી રહી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઈ તે અંગે પણ તપાસ ચાલુ છે. આ તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે તેમ છે.

અત્યાર સુધી અનેક લોકો અને દસ્તાવેજોની તપાસ થઈ : સુભાષ ત્રિવેદી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone) મામલે રાજકોટ આવેલા SITના વડા સુભાષ ત્રિવેદીએ (Subhash Trivedi) જણાવ્યું કે, અલગ-અલગ એજન્સીઓ દ્વારા તમામ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં અનેક લોકો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ફાયર વિભાગની કામગીરી કેવી છે ? મનપાનાં અલગ-અલગ વિભાગોની કામગીરી કેવી છે ? સહિત GDCR અને રૂડાનાં નિયમોને લઈને પણ તપાસ ચાલી રહી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ કેસમાં તલસ્પર્શી ન્યાયી અને નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે.

SIT ના વડા સુભાષ ત્રિવેદી

‘દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ન બને’

SIT ના વડા સુભાષ ત્રિવેદી આગળ કહ્યું કે, જે નિર્દોષ વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે તે ખૂબ જ દુઃખદ છે, જેમણે પરિજનો ગુમાવ્યાં છે એવા પરિવારો સાથે અમારી સંવેદના છે. તેમણે કહ્યું કે, તપાસમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. આ તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડશે. દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ન બને તેનું ધ્યાન રાખવુ પણ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં જે પણ જવાબદાર હશે અને જે પણ દોષિત હશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો – Rajkot GameZone : TPO સાગઠિયાની તપાસમાં વધુ 20 અધિકારીઓ પર પૂછપરછની તલવાર!

આ પણ વાંચો – Rajkot Gamzone Tragedy : જમીન માલિકને નોટિસ, 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ, કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન

આ પણ વાંચો – Gandhinagar : BJP ના નવા ધારાસભ્યોએ લીધા જનસેવાનાં ‘શપથ’, CM, ગૃહ રાજ્યમંત્રી રહ્યા હાજર

 

Whatsapp share
facebook twitter