+

Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone Fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (Mansukh Sagathia) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક મોટો…

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone Fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (Mansukh Sagathia) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક મોટો ખુલાસો થયો છે. સામાન્ય પરિવારના એક વ્યક્તિ એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ મોટો ખુલાસો કરતા ગંભીર આરોપ લગાવ્યા છે, જે મુજબ હપ્તા ખોરી સાથે મનસુખ સાગઠિયા રંગીન મિજાજી પણ છે.

‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર હોવાની મને શંકા છે’

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone Fire) આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાને (Mansukh Sagathia) લઈ સામાન્ય પરિવારના એક વ્યક્તિ એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ મોટો ખુલાસો કર્યો છે. શખ્સે આરોપ લગાવતા જણાવ્યું કે, મારી પત્ની સાથે મનસુખ સાગઠિયાનું અફેર હોવાની મને શંકા છે. શખ્સે આગળ કહ્યું કે, મારી પત્ની કોઈ કામ કરતી ન હતી છતાં લાખો રૂપિયાનો ખર્ચો કરતી હતી. નવી i20 કાર, રૂ.1.50 લાખનો ફોન, મોંઘું ફર્નિચર, 2 એક્ટિવા ગાડી, 100 તોલાથી વધુનું સોનું, સોનાની ઘડિયાળ, ઉપરાંત મહિલાના પિતાને રૂ. 60 લાખથી વધુનો ફ્લેટ અને અન્ય મોંઘીદાટ ગિફ્ટ સહિતની વસ્તુઓ સાગઠિયા પાસેથી મળી હોવાની શંકા છે.

શખ્સને સાગઠિયાએ ધમકાવ્યા હોવાનો આરોપ

શખ્સે આરોપ લગાવતા આગળ કહ્યું કે, ઘરમાં મોટી તિજોરી પણ રાખી હતી, જેની તપાસ એસીબી (ACB) કરે તો મોટા ખુલાસા થઈ શકે છે. હું થોડા વર્ષો પહેલા ભક્તિનગર પોલીસમાં (Bhaktinagar police) ફરિયાદ કરવા ગયો હતો તો મને ધમકાવવામાં આવ્યો હતો. શખ્સે આરોપ લગાવ્યો કે, મનાલી (Manali) સહિતના પર્યટન સ્થળો પર ફરવા જતાં હતા અને મોંઘી ભેટો પત્નીને મળતી હતી.

આ પણ વાંચો – Ahmedabad : સોડા પીતા પહેલા બોટલ જરૂર ચેક કરજો, કાનખજૂરો નીકળ્યો હોવાનો યુવકનો આક્ષેપ

આ પણ વાંચો – મોકડ્રીલ : AK 47 સાથે 4 આંતકી સુરત એરપોર્ટમાં ઘૂસ્યા, 6 ને બંધક બનાવી 200 કરોડ માગ્યા

આ પણ વાંચો – Smuggling Racket : ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું ?

Whatsapp share
facebook twitter