+

Rajkot Gamezone fire : પૈસા પડાવવાના આરોપ સામે અમિષા વૈદ્યે કહ્યું- મારી પાસે અલગ-અલગ..!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone fire) બાદ ફાયર NOC અને સેફટી મામલે મનપા (RMC) દ્વારા સિલિંગની કાર્યવાહી મામલે આજે ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓએ રાજકોટ બંધનું એલાન કર્યું હતું. દરમિયાન,…

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone fire) બાદ ફાયર NOC અને સેફટી મામલે મનપા (RMC) દ્વારા સિલિંગની કાર્યવાહી મામલે આજે ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓએ રાજકોટ બંધનું એલાન કર્યું હતું. દરમિયાન, હોટેલ સંચાલકોએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં અમિષા વૈદ્ય (Amisha Vaidh) પર રૂ. 5 લાખની લાંચ લઇને RMC એ કરેલા સિલ ખોલાવી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપ સામે હવે અમીશા વૈધ એ પણ પત્રકાર પરિષદ કરી પોતાની વાત રજૂ કરી છે.

રૂપિયા લીધાની વાત તદ્દન ખોટી છે : અમીશા વૈધ

અમીશા વૈધે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘હું રાજકોટ મહાપાલિકાનાં (RMC) મિશન મંગલમ્ પ્રોજેક્ટના ટીમ લીડર તરીકે રહી હતી. વર્ષ 2016 માં મેં રાજીનામું આપ્યું હતું અને હવે કન્સલ્ટિંગ સેવાઓ આપું છું. મારી પાસે અલગ-અલગ અરજીઓ આવી હતી, જે પૈકીની કેટલીક અરજીઓનું ટેમ્પરરી સિલ ખોલવા મેં અરજી કરી હતી. અમીશા વૈદ્યે કહ્યું કે, રૂપિયા લીધાની વાત તદ્દન ખોટી છે. રાજકોટનાં (Rajkot Gamezone fire) કેટલાક હોટેલ અને રેસ્ટોરન્ટના સિલ ખુલ્યા હતા, જેના મેં ફોટા પણ પડેલા હતા અને આ મુદ્દે મેં ફોટા RMC અધિકારીઓને પણ મોકલેલા છે.

‘મેં સાગઠિયા સાહેબને રૂપિયાની લેતીદેતી કરતાં જોયા નથી’

અમીશા વૈદ્યે (Amisha Vaidh) આગળ કહ્યું કે, ‘ત્યારે મારા પર પ્રેશર લાવવામાં આવ્યું છે કે તમે આ મામલો મોટો ન કરો. ત્રણ રેસ્ટોરન્ટ ચાલું હતા અને મેં તેનો વિરોધ કર્યો હતો. મેં કોઈ પણ વ્યક્તિ પાસેથી સિલ ખોલાવવા માટે રૂપિયા લીધા નથી. તેમણે કહ્યું કે, હરીશ વૈદ્ય મારા પતિ છે અને તે સ્ટ્રક્ચર એન્જિનિયર છે. તમામ કામ લીગલ હોય તો અમે 3 લાખ રૂપિયા ફી તરીકે વસૂલ કરીએ છીએ. સાગઠિયા સાહેબને (TPO Mansukh Sagathia) અમે ઓળખીએ છીએ, કોન્સર્ટિંગના કામ માટે અમે સાગઠિયા સાહેબ પાસે આવતા-જતા. મેં સાગઠિયા સાહેબને ક્યારેય રૂપિયાની લેતીદેતી કરતાં જોયા નથી. સાહેબને પૈસા લેતા મેં મારી નજરે કોઈ દિવસ જોયા નથી. અમારી ફાઈલ હોય તો અમારે જવાનું હોય છે. બીજાની અમને ખબર નથી.’

 

આ પણ વાંચો – Rajkot મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત…!

આ પણ વાંચો – Rajkot Gamezone Fire : ACB સમક્ષ સાગઠિયાની GameZone ને લઈ ચોંકાવનારી કબૂલાત!

આ પણ વાંચો – Rajkot : આજે ખાણી-પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે, ઉગ્ર વિરોધ સાથે રોષ

Whatsapp share
facebook twitter