+

Rajkot: ખીરસરા ગુરૂકૂળના સ્વામી સામે દુષ્કર્મ મામલે ભાયાવદર પોલીસે પીડિત યુવતીની ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ

Rajkot: સનાતન સંસ્કૃતિ પર કલંક સમાન સંતોની લંપટ લીલાઓ સામે આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, ખીરસરા ધેટિયા ગામના ગુરુકુળના સ્વામી સામે દુષ્કર્મનો મામલે મહત્વની વિગતો સામે આવી છે.…

Rajkot: સનાતન સંસ્કૃતિ પર કલંક સમાન સંતોની લંપટ લીલાઓ સામે આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, ખીરસરા ધેટિયા ગામના ગુરુકુળના સ્વામી સામે દુષ્કર્મનો મામલે મહત્વની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાયાવદર પોલીસ સ્વામીને બચાવવા મેદાને ઉતરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, ભોગ બનનાર યુવતી ભાયાવદર પોલીસ ફરિયાદ કરવા ગઈ તો ફરિયાદ ન લેવામાં આવી તેવું સામે આવ્યું છે. જેથી યુવતીના પરિવારે રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભાયાવદર પોલીસને સ્વામી પર અટલો બધો પ્રેમ કેમ ઉભરાયો?

નોંધનીય છે કે, રાજકોટના મહિલા પોલીસ મથકમાં 0 નંબરથી ફરિયાદ નોંધાયા બાદ ભાયાવદર પોલીસ પહોંચતા ફરિયાદ નોંધાવી પડી હતી. પોલીસે ધરમ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપ દાસ અને મયુર કસોદરીયા સામે ફરિયાદ નોંધાવી પડી હતી. અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે ભાયાવદર પોલીસને સ્વામી પર અટલો બધો પ્રેમ કેમ ઉભરાયો? પોલીસે લંપટ સ્વામીઓને કેમ સાવરી રહીં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો જે સાધુને લાયક પણ નથી તેવા સંતોને કેમ પોલીસ સાચવે છે?

પોલીસ સ્વામી અને તેના મળતિયાને પકડવામાં નાકામ કેમ?

આ બધી વિગતો સામે આવતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉતપન્ન થઈ રહ્યા છે. આખરે હજી સુધી પોલીસ સ્વામી અને તેના મળતિયાને પકડવામાં નાકામ કેમ? પોલીસ નાકામ છે કે પછી બધું સેટિંગ કરી પછી સ્વામીને બોલાવી લેશે? નોંધનીય છે કે, જ્યારે કોઇની સાથે કોઈ અન્યાય થાય ત્યારે લોકો સૌથી પહેલા પોલીસની મદદ લેવા માટે જતા હોય છે પરંતુ અહીં તો પોલીસ ફરિયાદ લેવા માટે જ તૈયાર નહોતી. જેથી યુવતીના પરિવારે રાડકોટ મહિલા પોલીસ મથકમાં 0 નંબરથી ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ભાયાવદર પોલીસને ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: Rajkot: અગ્નિકાંડમાં પોલીસ એક્શન મોડમાં, પુરાવા એકત્ર કરવા તપાસના ચક્રો તેજ

આ પણ વાંચો: Rain Forecast: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા

આ પણ વાંચો: Gujarat Congress : જમીન પર બેસીને કોંગ્રેસ અગ્રણીઓએ કરી ‘ગાંધી બેઠક’, વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા

Whatsapp share
facebook twitter