રાજકોટમાંથી (Rajkot) એક હચમચાવે એવો વીડિયો સામે આવ્યો છે. બે એક્ટિવાચાલક મહિલા વચ્ચે નજીવો અકસ્માત થતાં ઉશ્કેરાયેલી એક મહિલાએ જાહેર માર્ગ પર પોતાની જ એક્ટિવાને સળગાવ્યું હતું. એક્ટિવાને આગ લગાવ્યા બાદ મહિલા રોડ પર નાચવા લાગી હતી. સયાજી હોટેલ (Sayaji Hotel) નજીક આવાસ ક્વાર્ટર્સ પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે ત્યાં હાજર લોકો મુજબ મહિલા નશામાં હતી.
Rajkot : નશામાં ધૂત મહિલાએ પોતાનું જ એક્ટિવા સળગાવ્યું । Gujarat First@CP_RajkotCity @GujaratFirst #Rajkot #Activa #ViralVideo #GujaratFirst pic.twitter.com/fE5Yl8q9nz
— Gujarat First (@GujaratFirst) June 6, 2024
મહિલાએ ગાળો બોલી એક્ટિવાને આગ ચાપી
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટની (Rajkot) સયાજી હોટેલ પાસે આવેલા આવાસ યોજના ક્વાર્ટર્સ (Awas Yojana quarter) નજીક અલગ- અલગ એક્ટિવા પર સવાર બે મહિલાઓ વચ્ચે નજીવો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક મહિલા દ્વારા એક્ટિવાને નુકસાન થયું હોવાનું કહેતા અને ખર્ચો માગતા સામેની એક્ટિવાચાલક મહિલા ખૂબ જ ઉશ્કેરાઈ હતી. ઉશ્કેરાયેલ મહિલા પાસે દાતરડું પણ હતું. મહિલાએ ‘આ એક્ટિવા જોઈએ છે’ તેમ કહી ગાળો બોલી પોતાની જ એક્ટિવાની પેટ્રોલની ટાંકી ખોલી આગ ચાપી હતી. એક્ટિવા ભડભડ સળગી જતા ધુમાડાનાં ગોટેગોટા ઊંચે આકાશમાં જોવા મળ્યા હતા.
આગ લગાવી મહિલા નાચવા લાગી, નશામાં હોવાનો આરોપ
મહિલા પોતાની જ એક્ટિવાના આગ લગાવ્યાં બાદ જાહેર માર્ગ પર નાચવા લાગી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. જ્યારે, સામે પક્ષની મહિલાને સ્થાનિકોએ મદદ કરી ત્યાંથી જવા કહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક્ટિવાને સળગાવનાર મહિલા નશામાં ધૂત હતી. તેણીએ ઝગડો કરી સામે પક્ષની મહિલાને ગાળો પણ ભાંડી હતી.
આ પણ વાંચો – Rajkot Game Zone : ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો ?
આ પણ વાંચો – Rajkot GameZone : પોલીસ વિભાગ, મ્યુ. કોર્પો., માર્ગ- મકાન વિભાગની ગંભીર બેદરકારી!
આ પણ વાંચો – Accident: અકસ્માત 6 લોકોને ભરખી ગયો, ગ્રામજનોએ ધંધા-રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો