+

Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ

Protest For Parshottam Rupala Update: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદને ગુજરાત (Gujarat) ના રાજકારણમાં આગમાં ઘી પૂરવાનું કામ કર્યું છે. તેના કારણે…

Protest For Parshottam Rupala Update: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદને ગુજરાત (Gujarat) ના રાજકારણમાં આગમાં ઘી પૂરવાનું કામ કર્યું છે. તેના કારણે રાજ્યમાં ખૂણે-ખૂણે ક્ષત્રિય સમાજ (Kshatriya Community) દ્વારા કેન્દ્રીય મંત્રી પરોષત્તોમ રૂપાલો (Parshottam Rupala) નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) એ તેમના નિવેદનને લઈ એકવાર વીડિયો મારફતે અને બીજીવાર જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ની માફી માંગી હતી. તેમ છતાં રાજ્યમાં કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) નો વિરોધ યથાવત છે.

  • રાજ્યમાં કેન્દ્રીય મંત્રીના નિવેદનને લઈ વિરોધ યથાવત
  • સુરેન્દ્રનગરમાં ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું
  • ભાવનગરમાં વિરોધ પ્રદર્શનથી રસ્તાજામ
Protest For Parshottam Rupala Update

Protest For Parshottam Rupala Update

ત્યારે આજરોજ દ્વારકામાં રાજપૂત સમાજ (Kshatriya Community) ની મહિલાઓ મેદાનમાં આવી છે. તેમણે કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ની લોકસભા ઉમેદવાર (Lok Sabha Candidate) તરીકેની ટિકિટ રદ કરવા માટે માગ કરી છે. તે ઉપરાંત મહિલાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ના વિરોધ કરતા પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. દ્વારકામાં ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) નો વિરોધ કરતા પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરમાં કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ની લોકસભા ટિકિટ રદ (Lok Sabha Candidate) કરવામાં નહીં, આવે તો લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Candidate) નો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

સુરેન્દ્રનગરમાં ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું

Protest For Parshottam Rupala

Protest For Parshottam Rupala

તો સુરેન્દ્રનગરમાં પણ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં આવેલા ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના નાગરિકો દ્વારા માહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ની લોકસભા ટિકિટ (Lok Sabha Candidate) રદ કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. તે ઉપરાંત BJP ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) નું પ્રભુત્વ ધરાવતી 8 બેઠકો વિરુદ્ધ પણ વિરોધ જાહેર કરવાની ચીમકી આપી છે.

ભાવનગરમાં વિરોધ પ્રદર્શનથી રસ્તાજામ

Protest For Parshottam Rupala

Protest For Parshottam Rupala

તો ભાવનગરમાં યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) ના નિવેદનની ટીકા કરી વિરોધ જાહેર કરાયો છે. ભાવનગર જિલ્લામાં આખલોલ જકાતનાકા પાસે ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના યુવાનો અને આગેવાનો દ્વારા રસ્તોજામ કરવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) વિરુદ્ધ સુત્રોચ્ચાર અને પોસ્ટર મારફતે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તાત્કાલિક ધોરણે બોરતળાવ પોલીસે આ વિરોધ પ્રદર્શનની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: Koli Community: રાજ્યમાં તળપદા અને ચુવાળીયા કોળી સમાજ સામ-સામે લડી લેવા માટે થયા સજ્જ

આ પણ વાંચો: Anand Physiotherapy Collage: ફિઝીયોથેરાપીની કોલેજમાં એકાએક ભયાવહ આગ ભભૂકી ઉઠી

આ પણ વાંચો: SURAT : ઓનલાઇન દેહવ્યાપારની ચુંગાલમાં ફસાયેલી ચાર મોડલ મુક્ત કરાવાઇ

Whatsapp share
facebook twitter