+

PM મોદીએ સોશિયલ મીડિયા પર સુરત એરપોર્ટની શેર કરી તસ્વીરો

17મી સપ્ટેમ્બરના રોજ રવિવારે PM મોદી ગુજરાતના મહેમાન બનશે અને સુરત ખાતે ડાયમંડ બુર્સનું વિધિવત લોકાર્પણ કરશે. આ સિવાય સુરતના એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેની…

17મી સપ્ટેમ્બરના રોજ રવિવારે PM મોદી ગુજરાતના મહેમાન બનશે અને સુરત ખાતે ડાયમંડ બુર્સનું વિધિવત લોકાર્પણ કરશે. આ સિવાય સુરતના એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેની તસવીરો આજે PM MODi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરી હતી. જેની સાથે પીએમ મોદીએ લખ્યું હતું

PM નરેન્દ્ર મોદી આગમન ગુજરાત એક મોટી ભેટ આપી

મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા ગુજરાતને એક મોટી ભેટ આપી છે. હકીકતે કેન્દ્રીય કેબિનેટમાં સુરત એરપોર્ટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. PM MODi ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આમ ગુજરાતને અમદાવાદ પછી વધુ એક ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળી છે. આનાથી સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધશે અને દક્ષિણ ગુજરાતવાસીઓને તેમની નજીકમાં જ સીધી ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી મળશે.

 

કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી

મહત્વનું છે કે સુરત શહેર માટે કેન્દ્ર સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ મીટિંગમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે સુરતીઓને એપોર્ટ પર મળતી સુવિધામાં વધારો થશે અને સુરતના વિકાસમાં આ પગલું મહત્વનું સાબિત થશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ – ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે. આમ સુરતના વિકાસને એક નવી ઉડાન મળશે અને દક્ષિણ ગુજરાતનું આ સમૃદ્ધ શહેર વિશ્વના નકશે એક નવી ઓળખનું પ્રતીક બની જશે.

વડાપ્રધાનના આગમાન માટે સુરતના 8 કિલોમીટરના રૂટને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટથી ડાયમંડ બુર્સના રૂટના બંને તરફ બામ્બુથી બેરીકેટ કરી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પર 10થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવવાની પણ તૈયારી થઇ રહી છે. જેમાં વડાપ્રધાન દ્વારા રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચી શકે છે. સુરત એરપોર્ટની બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફના રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ છે. તેમજ ઠેર-ઠેર વડાપ્રધાનને આવકારતા વિશાળ હોલ્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો –SURAT AIRPORT આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર, PM મોદી ગુજરાત આવે એ પહેલાં જ મોટી ભેટ

 

Whatsapp share
facebook twitter