+

PGVCL Scam : વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં PGVCL એક્શન મોડમાં, કરી આ મોટી કાર્યવાહી

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ (PGVCL Exam Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. PGVCL દ્વારા કડક કાર્યવાહી કરી 30 વિદ્યુત સહાયકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આરોપ છે કે વર્ષ…

વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ (PGVCL Exam Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. PGVCL દ્વારા કડક કાર્યવાહી કરી 30 વિદ્યુત સહાયકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આરોપ છે કે વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષામાં 400 થી વધુ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયાં હતા. જો કે, આ પરીક્ષામાં ગોલમાલ થયાનાં આક્ષેપ થતાં તપાસ હાથ ધરાઈ હતી. આ પરીક્ષામાં ઉમેદવારો પાસેથી રૂ. 10 થી 15 લાખમાં વહીવટ કરાયો હોવાનો આરોપ થયો હતો.

વર્ષ 2021 માં લેવાયેલી પરીક્ષામાં ગોલમાલ થયાનો આરોપ

વિદ્યુત સહાયક ભરતીને લઈ વર્ષ 2021 માં સક્સેસ ઇન્ફોટેક (Success Infotech) નામની કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400 થી વધુ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયાં હતાં. જો કે, પરિણામ બાદ પરીક્ષામાં કૌભાંડ (PGVCL Exam Scam) થયું હોવાના આરોપ થયા હતા. આથી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં (Surat Crime Branch) જે તે સમયે પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આમ, એજન્ટ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં ઉમેદવારો પાસેથી રૂ. 10 થી 15 લાખમાં વહીવટ કરાયો હોવાનો આરોપ હતો. તપાસ હેઠળ શંકાસ્પદ લાગતા પરીક્ષાર્થીઓની યાદી પોલીસે PGVCL ને આપી હતી.

30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કરાયાં

ત્યારે હવે આ કૌભાંડમાં PGVCL એ મોટી કાર્યવાહી કરી 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કરાયાં હોવાની માહિતી છે. તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવા આદેશ પણ આપ્યો છે. માહિતી મુજબ, ચોરવાડ, બાંટવા, લાલપુર, ધોરાજી, ભાયાવદર, જામજોધપુર, કુતિયાણા, દસાડા, બોટાદ (Botad), સામખીયારી, બરવાળા, રાણપુર, સુરેન્દ્રનગર (Surendranagar), ગાંધીધામ, ભચાઉ, ભુજ (Bhuj) સહિતની કચેરીમાં ફરજ બજાવનારા વિદ્યુત સહાયકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

PGVCL ના એડિશનલ જનરલ મેનેજરે કહી આ વાત

આ મામલે હવે PGVCL ના એડિશનલ જનરલ મેનેજર HR ડિપાર્ટમેન્ટના એ.આર. કટારાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 30 પૈકી 11 કર્મચારીઓને વર્ષ 2023 માં મૌકુફ કરવામાં આવ્યા હતા. જ્યારે 19 કર્મચારીઓને વર્ષ 2024 માં ફરજ મૌકુફ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2021 માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી. જે તે સમયે સરકારનાં ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી આચરવામાં આવી હોવાનો આરોપ કરાયો હતો.

રાજકોટમાં PGVCL ના અધિકારીઓની બદલી

માહિતી મુજબ, રાજકોટમાં PGVCL ના (Rajkot PGVCL) ચીફ ઈજનેર સહિત 5 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ચીફ એન્જિનિયર ડી.વી.લાખાણીની ભાવનગર, એડિશનલ ચીફ એન્જિનિયર પી.જે. મહેતાની જામનગર (Jamnagar), સુપ્રિડેન્ટ એન્જિનિયર કિરણ જે. પટેલની પોરબંદર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે.એન. વાઘમશીની જામનગર, નાયબ એન્જિનિયર ધરતી અતાણીની કલ્યાણપુર બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો – Ahmedabad : તહેવારોની સીઝન શરૂ થતાં પહેલાં ફૂલોની મહેક મોંઘી થઈ, ભાવમાં આસમાની વધારો

આ પણ વાંચો – Ahmedabad : એપ્લિકેશનમાં રોકાણ કરી 70% નફાની લાલચ અલગ-અલગ રાજ્યનાં લોકો સાથે છેતરપિંડી આચરી

આ પણ વાંચો – VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !

Whatsapp share
facebook twitter