+

Parasottam Rupala : ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ, દિલ્હીમાં મહામંથન!

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય (Gujarat Politics) ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ (BJP) મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર…

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય (Gujarat Politics) ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ (BJP) મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. પરંતુ, હવે એવા સમાચાર છે કે રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાને (Parasottam Rupala) તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

પરશોત્તમ રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણી પરિણામ બાદ (Lok Sabha elections) રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને (Parasottam Rupala) તાત્કાલિક દિલ્હી પહોંચવા માટે મોવડી મંડળથી તેડું આવ્યું છે. પરશોત્તમ રૂપાલાને ત્વરિત દિલ્હી પહોંચવા કહેવાયું છે. જો કે, રૂપાલાને તાત્કાલિક દિલ્હી કેમ બોલાવ્યા છે તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માહિતી છે કે ચૂંટાયેલા 25 સાંસદો પણ દિલ્હી જશે, પરંતુ તેમની પહેલા પશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચી શકે છે. આજની બેઠકમાં અન્ય સાંસદો સાથે રૂપાલા હાજર રહેશે.

ક્ષત્રિય વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાની જંગી જીત

જણાવી દઈએ કે, પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય વિવાદ (Kshatriya controversy) છતાં પણ રાજકોટ બેઠક પર રેકોર્ડ જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના (CONGRESS) પરેશ ધાનાણીને (Paresh Dhanani) 4.84 લાખથી વધુ મતોની લીડથી હરાવ્યા છે. જણાવી દઈએ કે, રાજકોટ બેઠક પર મતદાન પહેલા સમાજ અંગે વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા પરશોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, ક્ષત્રિય આંદોલનની નોંધ મોવડી મંડળ સુધી લેવાતા રૂપાલાએ પોતાની ભૂલ માટે અનેક વખત જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

 

આ પણ વાંચો – Gujarat Politics : લોકસભા ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં આવશે મોટો ભૂકંપ!

આ પણ વાંચો – Gujarat Politics : 19 મહિલા ચૂંટણી લડી, 4 સાંસદ બની, આ 5 બેઠકો BJP માટે જેકપોટ સમાન

આ પણ વાંચો – Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

Whatsapp share
facebook twitter