+

Nilesh Kumbhani : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ! શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે ?

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા સુરત (Surat) બેઠક પર ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થતા ચૂંટણી…

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા સુરત (Surat) બેઠક પર ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થતા ચૂંટણી પૂર્વે જ બીજેપીના ખાતામાં એક સીટ આવી ગઈ છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા અને કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં જબરદસ્ત ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ, નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે.

 

નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી અટકળો

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના ( Gujarat Congress) રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ, સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે. અહેવાલ અનુસાર, નિલેશ કુંભાણીની ગતિવિધિ પહેલાથી જ શંકાના દાયરામાં હતી. ત્યારે હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ ઉદ્ભવી રહી છે. જો એવું થશે તો ગુજરાત કોંગ્રેસમાં મોટો ખેલ થઈ શકે છે. નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવા પણ સંકેત મળી રહ્યા છે.

ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી પૂર્વે BJP ના ઉમેદવાર બિનહરીફ

જણાવી દઈએ કે, સુરત લોકસભા બેઠક પર ‘કમળ’ ખીલી ગયું છે. ચૂંટણી પૂર્વે જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ ચૂંટાયા છે. અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ઉમેદવારી ફોર્મ રદ થતા ચૂંટણી પહેલા જ બીજેપીના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. આ સાથે ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ભાજપનો કોઈ ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા અને ત્યાર બાદ મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – CR Patil : સુરતમાં ઐતિહાસિક જીત બાદ CR પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પોતાની ભૂલો છુપાવવા માટે..!

આ પણ વાંચો – Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ

આ પણ વાંચો – ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક

Whatsapp share
facebook twitter