+

Monsoon in Gujarat : આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં Yellow-Orange એલર્ટ!

Monsoon in Gujarat : રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ (meteorological department) દ્વારા વરસાદને લઈ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન મધ્યમથી ભારે…

Monsoon in Gujarat : રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ (meteorological department) દ્વારા વરસાદને લઈ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પંચમહાલ (Panchmahal), વડોદરા, મધ્ય ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ (orange alert), અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

રાજ્યમાં 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં ચોમાસાની શરૂઆત ભલે ધીમી રહી હોય, પણ હવે મેઘરાજાએ ઝડપી બેટિંગ શરૂ કરી છે. ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. માહિતી મુજબ, રાજ્યનાં મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલ રાતથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ખેડામાં (Kheda) સવા 2 ઈંચ અને વિસાવદરમાં 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 18 જિલ્લામાં યલો એલર્ટ (Yellow alert) જાહેર કરાયું છે. એલર્ટ વચ્ચે સવારથી કુલ 62 તાલુકામાં વરસાદ પડ્યો (Monsoon in Gujarat) છે. ડેસરમાં 2 ઈંચ, કાલોલમાં દોઢ ઈંચ, સાવલી અને જાંબુઘોડામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જ્યારે વડોદરા (Vadodara), છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી

હવામાન વિભાગે (Meteorological Department) અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ (Rajkot), જૂનાગઢ, અમરેલી (Amreli), ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ, સુરત (Surat), નવસારી, ડાંગ,નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા (Mehsana), સાબરકાંઠા અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટની જાહેરાત કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે આજે સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી છે. મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી છે. માહિતી મુજબ, ચોમાસાની સિસ્ટમ મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચી છે. ત્યારે સતર્કતાના ભાગરૂપે NDRF ની ટીમ તૈનાત કરાઈ છે. ગીર સોમનાથ, દ્વારકા (Dwarka), ભાવનગર અને નર્મદામાં NDRF ટીમ તૈનાત કરાઈ છે.

ભાવનગર અને અંબાજીમાં ધોધમાર વરસાદ

પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર (Bhavnagar) શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સીદસર, ચિત્રા, ફુલસર, દેસાઈનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદથી શહેરી વિસ્તારોમાં ઠંડક પ્રસરી હોવાથી લોકોએ કાળઝાળ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે અંબાજીની વાત કરીએ તો વરસાદના પગલે પાણી ધર્મશાળાના ગેટમાં ઘૂસ્યા હતા. ઉપરાંત, અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હાઇવે રોડ બેટમાં ફેરવાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ

વડોદરા શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, જેતલપુર, અલકાપુરી, ગોત્રી, ચાર દરવાજા, સોમા તળાવ, કપુરાઇ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ નોંધાયો (Monsoon in Gujarat) છે. વરસાદ વરસતા વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.

ગીર-સોમનાથમાં અહીં ગાજવીજ સાથે મેઘરાજાની બેટિંગ

ગીર-સોમનાથમાં (Gir-Somnath) તાલાલાના આંબળાશ સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તાર, ગીગાસણ, ગોવિંદપુર, બોરડી, દલખાણીયા અને મીઠાપુર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો – Pavagadh માં ખીલી ઉઠી કુદરત..! જુઓ Video

આ પણ વાંચો – Rain Forecast: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, વડોદરાથી NDRFની 7 ટીમ કરાઈ રવાના

આ પણ વાંચો – AMC Pre-Monsoon : અમદાવાદમાં વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખુલી, National Highway 8 પર ભરાયા પાણી

Whatsapp share
facebook twitter