+

મોકડ્રીલ : AK 47 સાથે 4 આંતકી સુરત એરપોર્ટમાં ઘૂસ્યા, 6 ને બંધક બનાવી 200 કરોડ માગ્યા

સુરત એરપોર્ટ (Surat Airport) પર આજે 4 આંતકી AK 47 સાથે ઘૂસ્યા હતા અને 6 લોકોને બંધક બનાવીને રૂ. 200 કરોડની માગણી કરી હતી. જણાવી દઈએ કે, આ ઘટના 6…

સુરત એરપોર્ટ (Surat Airport) પર આજે 4 આંતકી AK 47 સાથે ઘૂસ્યા હતા અને 6 લોકોને બંધક બનાવીને રૂ. 200 કરોડની માગણી કરી હતી. જણાવી દઈએ કે, આ ઘટના 6 કલાસ સુધી યોજાયેલ એન્ટી હાઈજેકિંગ મોકડ્રીલનો ભાગ હતી. આજે સવારે સુરત ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે એન્ટી હાઈજેકિંગ મોકડ્રીલનું (Anti-Hijacking Mock Drill) આયોજન કરાયું હતું.

મોકડ્રીલ હેઠળ 4 આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસીને 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો અને CISF ના જવાનોએ સખત લડત આપીને આતંકવાદીઓને ઝડપી લીધા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ડો. સૌરભ પારધીના (Dr. Saurabh Pardhi) માર્ગદર્શન હેઠળ યોજાયેલી મોકડ્રીલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

CISF એ સમગ્ર એરપોર્ટને કોર્ડન કરી ઓપરેશન પાર પાડ્યો

મોકડ્રીલના ભાગરૂપે સુરત એરપોર્ટના A-2 ગેટ (Surat Airport) પર 4 આતંકવાદીઓ વહેલી સવારે પ્લેન હાઇજેક કરવાના ઇરાદે મુસાફરોના વેશમાં કાર લઇને પહોંચ્યા હતા. તેમની પાસે AK 47 રાઈફલ હતી અને આતંકીઓએ CISF ના સિક્યોરિટી ગાર્ડને ઘાયલ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. આ અંગે, સુરત એરપોર્ટ ઓથોરિટીને જાણ થતાં જ સુરત શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારીને વિગતો આપવામાં આવી હતી. ત્યાર બાદ સુરત પોલીસ (Surat Police) અને CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.

આંતકીઓએ 6 લોકોને બંધક બનાવી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, CISF ના કમાન્ડોએ આંતકવાદીઓને જબરદસ્ત પ્રતિકાર આપ્યો હતો અને તમામ 6 બંધકોને સુરક્ષિત રીતે છોડાવી લીધા હતા. આ ઓપરેશનમાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને આતંકીઓની ધરપકડ કરી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટથી સિવિલ સુધીનો ગ્રીન કોરીડોર (Green corridor), એરપોર્ટની આસપાસ શહેર પોલીસની પૂરતી હાજરી, એરપોર્ટ નજીક સુચારૂ ટ્રાફિક વ્યવસ્થાપન સફળ મોકડ્રીલના ભાગ હતા.

મોકડ્રીલમાં SOG ના DCP સહિત ઓથોરિટીના અધિકારીઓ હાજર

માહિતી મુજબ, મોકડ્રીલમાં SOG ના DCP સહિત ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજદીપસિંહ નકુમ (Rajdeep Singh Nakum), ક્રાઈમ DCP BP રોજિયા (Crime DCP B P Rojiya), ઝોન-6 ના DCP RT પરમાર, મામલતદાર પંકજ મોદી, CISF ના ડે. કમાન્ડન્ટ આશિષ રાવત, સુરત એરપોર્ટના જનરલ મેનેજર ચંદ્રકાંત સંકુશાલે (Chandrakant Sankushale), ફાયરના અધિકારીઓ, શહેર પોલીસ અને રાજ્યના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો – Smuggling Racket : ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું ?

આ પણ વાંચો – Surat : BRTS બસના કંડક્ટરને ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારતા મુસાફરનો Video વાઇરલ, MLA કહી આ વાત

આ પણ વાંચો – Gondal : 100 વર્ષ જૂની પૂર સંરક્ષણ દીવાલ તૂટી પડી, કોન્ટ્રાક્ટરને ફટકારાઈ નોટિસ

Whatsapp share
facebook twitter