+

MLA Amul Bhatt : શું ખરેખર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી ? દિગ્ગજ નેતાના પત્રથી ખળભળાટ

અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારના ધારાસભ્ય અમુલ ભટ્ટનો (MLA Amul Bhatt) એક પત્ર હાલ ઘણો ચર્ચામાં છે. મણિનગરના (Maninagar) ધારાસભ્ય અમુલ ભટ્ટે પત્ર લખી અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનો ગંભીર અને…

અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારના ધારાસભ્ય અમુલ ભટ્ટનો (MLA Amul Bhatt) એક પત્ર હાલ ઘણો ચર્ચામાં છે. મણિનગરના (Maninagar) ધારાસભ્ય અમુલ ભટ્ટે પત્ર લખી અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનો ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. તેમણે આ પત્ર DCP ટ્રાફિક પૂર્વને (DCP Traffic East) લખ્યો છે અને કહ્યું કે, મણિનગર વિસ્તારમાં ટોઈંગ સ્ટેશન (towing station) ન હોવાથી મણિનગરના લોકોને વાહન લેવા દાણીલીમડા જવું પડે છે. દરમિયાન, વાહન છોડાવવા જતી મહિલાઓ પર શરમજનક કોમેન્ટ થાય છે.

પત્રમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવો દાવો

મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે (MLA Amul Bhatt) DCP ટ્રાફિક પૂર્વને એક પત્ર લખ્યો છે, જેમાં શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યે પત્રમાં લખ્યું કે મણિનગર વિસ્તારમાં ટોઈંગ સ્ટેશન (towing station) ન હોવાથી વિસ્તારના લોકોને વાહન લેવા માટે દાણીલીમડા સુધી જવું પડે છે. દરમિયાન જ્યારે કોઈ મહિલા પોતાનું વાહન છોડાવવા માટે દાણીલીમડા (Danilimda) ખાતે જાય ત્યારે તેને અપમાનિત કરવામાં આવતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.

દાણીલીમડા ટોઈંગ સ્ટેશન

ટોઈંગ સ્ટેશન રાયપુર ખસેડવા અપીલ

ધારાસભયે પત્રમાં આરોપ લગાવ્યો કે, વાહન દાણીલીમડા (Danilimda) ખાતે ટોઇંગ કરેલ વાહન છોડાવવા જતાં મહિલાઓ પર શરમજનક કૉમેન્ટ કરવામાં આવે છે. આ સાથે ધારાસભ્યે પત્ર થકી દાણીલીમડાથી રાયપુર (Raipur) વિસ્તારમાં ટોઈંગ સ્ટેશન ખસેડવા માટે વિનંતી પણ કરી છે. ધારાસભ્યના પત્રથી ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્યનો આ પત્ર હાલ ખૂબ જ ચર્ચામાં છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી ?

 

આ પણ વાંચો – Ahmedabad : રસ્તાઓની વચ્ચે ભયાવહ હોર્ડિંગ મામલે HC માં અરજી, મુંબઈની ઘટનાનો પણ ઉલ્લેખ

આ પણ વાંચો – Rain in Gujarat : ચોમાસાની નબળી શરૂઆત, જાણો આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

આ પણ વાંચો – Rajkot Gamezoneના આરોપી અશોકસિંહનો મેડિકલ રિપોર્ટ જોઇ પોલીસ ચોંકી

Whatsapp share
facebook twitter