+

Mass Marriage Program: ધારાસભ્ય કેતન ઈનામદારે સતત 9 માં વર્ષે સર્વ જ્ઞાતિય સમૂહ મહોત્સવનું કર્યું આયોજન

Mass Marriage Program: ફરી એકવાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ મહોત્સવનું આયોજન અને કમાન દરેક વર્ષની જેમ સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન…

Mass Marriage Program: ફરી એકવાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ મહોત્સવનું આયોજન અને કમાન દરેક વર્ષની જેમ સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદાર સંભાળશે. જોકે છેલ્લા 8 વર્ષથી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરતા હોય છે.

  • સાવલીમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન
  • આ વર્ષે સમૂહ લગ્નમાં કુલ 711 જોડાઓ લગ્ન કરશે
  • દર વર્ષે 4 એપ્રિલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે

Mass Marriage Program

ત્યારે આ વર્ષે પણ 9 મી વખત સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની આગેવાની હેઠળ સવાલી તાલુકામાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ મહોત્સવનું આયોજન ધારાસભ્ય કેતન ઈનામદારના પિતા મહેન્દ્રભાઈ ઈનામદારના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે છે. જોકે આ મહોત્સવ અંતર્ગત અને સવાલી તાલુકા ધારાસભ્યની આગેવાની હેઠળ 8 વર્ષની અંદર કુલ 4000 જોડાઓના લગ્ન કરાવ્યા છે.

આ વર્ષે સમૂહ લગ્નમાં કુલ 711 જોડાઓ લગ્ન કરશે

તો આ વર્ષે કુલ 711 જેટલા જોડાઓના લગ્નજીવનનો પ્રારંભ આ મહોત્સવ થકી થશે. તેમજ આ સમૂહ લગ્ન મહોત્સવમાં આસપાસના જિલ્લાઓ અને તાલુકામાંથી જોડાઓ ભાગરૂપ થતા હોય છે. તે ઉપરાંત આ સમૂહ લગ્નમાં સામાજિક સેવા આપતા કાર્યકારો અને આગેવાનો પણ જોડાય છે. જે ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે મળી સમૂગ લગ્ન મહોત્સવમાં સામાજિક સેવા આપતા હોય છે.

Mass Marriage Program

દર વર્ષે 4 એપ્રિલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે

જોકે ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા વર્ષ 2021 થી 4 એપ્રિલના રોજ આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો તેમની સાથે દર વર્ષે સામાજિક સેવામાં કાર્યરત સ્વંય સેવકો એક મહિના પહેલા જ આ સમૂહ લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે. આ સમૂહ લગ્નમાં મોટા પ્રમાણમાં જિલ્લાના યુવાનો સેવા આપતા જોવા મળે છે. આ સમૂહ લગ્નમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેની સાથે હર્ષો-ઉલ્લાસ સાથે આ મહયજ્ઞનું સમાપન થતું હોય છે.

આ પણ વાંચો: Bharuch Lok Sabha : 1989થી ભરુચ બેઠક પર ભાજપનો દબદબો

આ પણ વાંચો: CHHOTA UDEPUR : પંચાયતની 45 વર્ષ જૂની ઇમારત હવે અધ્યતન સુવિધાઓ સભર 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે

આ પણ વાંચો: ઊંટડીના દૂધના પ્રયોગ દ્વારા મનો દિવ્યાંગના બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરવા સરહદ ડેરી દ્વારા પ્રયાસ

 

Whatsapp share
facebook twitter