+

Mansukh Mandaviya : કેન્દ્રીયમંત્રીની કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની બેઠક, રમેશ ધડુક, જયેશ રાદડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભાજપના (BJP) ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે, પોરબંદર (Porbandar) લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) પણ સતત…

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભાજપના (BJP) ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે, પોરબંદર (Porbandar) લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) પણ સતત જાહેર કાર્યક્રમો અને સભાઓમાં હાજરી આપીને જનસંપર્ક કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી ધોરાજી, ઉપલેટા અને જેતપુરના પ્રવાસે હતા. જામકંડોરણા (Jamkandorana) વિધાનસભા ખાતે ભાજપના આગેવાનો સાથે તેમણે બેઠક કરી હતી. આ બેઠકમાં રમેશ ધડુક, જયેશ રાદડિયા (Jayesh Raddia) અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો હાજર રહ્યા હતા. જેતપુરમાં મનસુખ માંડવીયા બાઈક પર પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

જેતપુરની શેરીઓમાં બાઈક પર પ્રચાર

પોરબંદર (Porbandar) લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) આજે ધોરાજી, ઉપલેટા (Upaleta) અને જેતપુરના (Jetpur) પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન, જેતપુરમાં તેમણે બાઇક રેલી યોજી હતી. જેમાં, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા જેતપુરની ગલીઓમાંથી બાઈક પર પ્રચાર કરતા અને મંદિર દર્શન કરતા નજરે આવ્યા હતા. દરમિયાન, તેમણે ભાજપના કાર્યકર્તા અને આગેવાનો સાથે મહત્ત્વની બેઠક કરી હતી. મનસુખ માંડવીયાએ જામકંડોરણા વિધાનસભા ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રમેશ ધડુક (Ramesh Dhaduk), જયેશ રાદડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે ભાજપ (BJP) રાજ્યની તમામ 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપ ફરી એકવાર દેશમાં સરકાર બનાવશે : મનસુખ માંડવીયા

આજના પ્રવાસ દરમિયાન, મનસુખ માંડવીયાએ ઉપલેટામાં (Upaleta) કાર્યકર્તા સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરી હતી. દરમિયાન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભાજપ ફરી એકવાર દેશમાં સરકાર બનાવશે. દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે, લોકોનો વિશ્વાસ કોંગ્રેસ (Congress) પરથી ડગી રહ્યો છે. આ સાથે તેમણે દાવો કરતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠક જીતશે.

 

આ પણ વાંચો – Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે

આ પણ વાંચો – Gandhinagar : આખરે માની ગયા કેતન ઇનામદાર

આ પણ વાંચો –  મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

Whatsapp share
facebook twitter