Gandhinagar : ગાંધીનગરના એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં એકસાથે 27 સ્થળોએ ITના દરોડા પડ્યા છે. જેમાં Psy ગ્રુપ ઈન્કમટેક્સના (income txa raid) દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં ભાગીદાર વિક્રાંત પુરોહિતના ઘરે પણ તપાસ શરૂ કરવામાં આવી છે . સેક્ટર 8 અને 21 સહિત અલગ અલગ એરિયામાં ITના અધિકારીઓ ત્રાટક્યા છે.
27 જગ્યાઓ પર ITના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ
ગાંધીનગરમાં એકસાથે 27 જગ્યાઓ પર ITના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન શરૂ થયુ છે. ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ત્યારે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
ગાંધીનગરમાં આવકવેરા વિભાગના દરોડા#gandhinagar #incometavraid #psygroup #gujaratfirst pic.twitter.com/kpMU8UcV5l
— Gujarat First (@GujaratFirst) February 8, 2024
વડોદરાની વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમીટેડ ખાતે દરોડા
ગઇકાલે વડોદરાની ઇ વ્હિકલ ઉત્પાદક કંપની વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમીટેડ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે દરોડા પાડીને કાળાનાણાં સામે ઝુંબેશ આગળ ધપાવી હતી. વડોદરામાં આ કંપનીની સયાજીપુરા, મકરપુરા ખાતેની ફેકટરી વડસર – હરિનગર ખાતેની હોસ્પિટલ અને કંપનીના સીએમડી યતીન ગુપ્તેના ભાયલી ખાતે દર્શનમ પ્લેન્ડોરામાં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર મુજબ સયાજીપુરા- આજવારોડ ખાતે સર્વે નંબર 26-2 ખાતે કંપનીની કોર્પોરેટ ઓફિસ અને પ્લાન્ટ , મકરપુરા ખાતે ઓફિસ ખાતેથી મોટા પાયા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ કંપનીમાંથી જંગી પ્રમાણમાં કરચોરી ઝડપાશે તેમ જણાવાય છે. જ્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇના દાદરમાં કોહિનૂર સ્ક્વેર ખાતે આવેલી છે. ઇન્કમટેક્સ વિભાગના 50 ઉપરાંત અધિકારીઓની ટીમ વહેલી સવારથી જ સશસ્ત્ર પોલીસ કૂમક સાથે વોર્ડ વિઝાર્ડની ફેકટરી, ઓફિસ તથા સંચાલકના નિવાસસ્થાને પહોંચી ગઇ હતી. કંપની મેડિકલ , હેલ્થકેર અને એન્ટરટેઇનમેન્ટ સેકટરમાં પણ કાર્યરત છે.
આ પણ વાંચો – Surat : આજે સ્થાયી સમિતિ SMC નું બજેટ રજૂ કરાશે