+

Maharaja : હાઇકોર્ટમાં સુનાવણી, વકીલે કહ્યું- અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા..!

નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ફિલ્મ ‘મહારાજ’ ને (Maharaja Film) લઈ વિવાદ હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. આજે હાઈકોર્ટમાં આ વિવાદને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ફિલ્મ પ્રોડ્યુસર…

નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ફિલ્મ ‘મહારાજ’ ને (Maharaja Film) લઈ વિવાદ હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. આજે હાઈકોર્ટમાં આ વિવાદને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ફિલ્મ પ્રોડ્યુસર અને નિર્માતાઓએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા છે. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ ફિલ્મ 1862 નાં કોર્ટના જજમેન્ટ પર આધારિત છે. લેખક સૌરભ શાહ દ્વારા લખાયેલ બુક પરથી આ ફિલ્મ બની છે. અરજદાર 1862 નાં ચુકાદા અને 2013 માં લખાયેલી બુકથી જાણકાર છે. આ મામલે આવતીકાલે પુનઃ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ત્યાં સુધી ફિલ્મ રિલીઝ પર રોક લગાવાઈ છે.

અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા છે : પ્રોડ્યુસરના વકીલ

નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થનાર ફિલ્મ ‘મહારાજ’ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ માટે વાંધાજનક અને વિવાદ ઊભો થાય તે પ્રમાણેની વિગતો દર્શાવવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલે ગત સુનાવણીમાં કોર્ટે ફિલ્મ રિલીઝ પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો. ત્યારે આજે ફરી સુનાવણી હાથ ધરાતાં ફિલ્મ પ્રોડ્યુસર વતી એડવોકેટ મુકુલ રોહતગીએ (Mukul Rohatgi) દલીલ કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, અરજદાર ફિલ્મ જોયા વગર જ કોર્ટમાં આવ્યા છે. આ ફિલ્મ 1862 નાં કોર્ટનાં જજમેન્ટ પર આધારિત છે અને લેખક સૌરભ શાહ (Saurabh Shah) દ્વારા લખાયેલ બુક પરથી આ ફિલ્મ બની છે.

વકીલ રોહતગી કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, અરજદારે અત્યાર સુધીમાં ઈન્ટરનેટ પર ઉપલબ્ધ મટિરિયલ અને બુક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી. ફિલ્મમાં અમારા પૈસા લાગેલા છે. અમને કોઈ એડવાન્સ નોટિસ પણ આપવામાં નહોતી આવી. અમે પહેલેથી જ અમારી લોન્ચિંગ ડેટ ગુમાવી ચૂક્યા છીએ. બીજી તરફ નેટફલિક્સ વતી વકીલે કોર્ટમાં દલીલ કરી કે, અરજદારને ખ્યાલ હતો કે આ મૂવી આવવાની છે, 1 વર્ષ પહેલાં લાઇસન્સ લીધું હતું.

SC નાં ચુકાદાને ટાંકવામાં આવ્યા

વકીલે કહ્યું કે, એપ્રિલમાં પણ આ મામલે એક ટ્રસ્ટને રજૂઆત થઈ ચૂકી છે. 12 જૂનનાં રોજ અરજદારે સરકારને પત્ર લખ્યો હતો અને 14 જૂનનાં રોજ તાત્કાલિક સુનાવણીની માગ કરાઈ હતી. આટલા ટાઈમથી અરજદાર કેમ શાંત રહ્યા…? વાણી સ્વાતંત્ર્યને અમે પણ માનીયે છીએ. પરંતુ, તેનો દુરુપયોગ ન હોવો જોઈએ. આઝાદી બાદ આ પ્રકારે ચલણ વધ્યું છે. ફ્રિડમ ઓફ સ્પીચની અનેક વાતો વચ્ચે સમાચાર પત્રો અને ફિલ્મોમાં વાણી સ્વાતંત્ર્યતાનો વિષય આવ્યો છે. આ હક હવે લેટેસ્ટ સમયમાં ઈન્ટરનેટ માટે આવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને સુનાવણી દરમિયાન ટાંકવામાં આવ્યા હતા.

વકીલે કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) કેસ ચાલ્યો અને મહારાજ દ્વારા કરાયેલો ડેફેમેશન કેસ રદ કરવામાં આવ્યો. ભારતીય કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો હતો, ભલે તેમાં અંગ્રેજી ન્યાયાધીશ હતા. પરંતુ ભારતીય અદાલત હતી, જેને કોર્ટનું જજમેન્ટ પસંદ હોય કે ના હોય તે માન્ય હોવું જોઈએ. નેટફલિક્સનાં વકીલે કોર્ટમાં ‘ફૂલન દેવી’ ના કેસને પણ ટાંક્યો હતો અને કહ્યું કે, આ ફિલ્મમાં સમાજમાં થતી ઘટનાને ફિલ્મ આધારિત ચિતરવામાં આવી હતી. ફિલ્મમાં મહિલાઓ સાથે થતાં અત્યાચારને દર્શાવવામાં આવ્યો હતો. ઉપરાંત, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi,) ફિલ્મને પણ દલીલ દરમિયાન ટાંકવામાં આવી.

આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરાશે

વકીલે કહ્યું કે, પ્રસ્તુત કેસમાં અરજદારે મૂવી (Maharaja) જોઈ નથી અને આરોપ લગાવવામાં આવે છે. અહીંયા, માત્ર પોસ્ટર આપવામાં આવ્યા છે. આ મૂવી તે ઘટના પર આધારિત છે, જેમાં એક પત્રકાર અને મહારાજ (Maharaja) દ્વારા કરવામાં આવતા કાર્યને દર્શાવવામાં આવ્યું છે. કોર્ટમાં યશ રાજ ફિલ્મ્સ વતી પણ દલીલ કરાઈ હતી કે પોસ્ટર અને રિલીઝ અગાઉથી જ નક્કી હતું. આ મામલે હવે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરાશે. ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે.

HC માં ફિલ્મ પક્ષની દલીલ

ફિલ્મ પક્ષનાં વકીલે સવાલ કર્યા કે, મૂવી રિલીઝ થયાનાં માત્ર 1 દિવસ પહેલા કોર્ટમાં કેમ આવ્યા ? જે રજૂઆત અરજીમાં કરવામાં આવી છે તે પણ અનેક સવાલ ઊભા કરે છે. ટીઝર રિલીઝ કરવું કે ન કરવું એ નિર્ણય અમારો હોય છે. તેના પર તમે સવાલ ન કરી શકો. પ્રમોશનલ એકિટીવિટીમાં કોને જોડવા એ અમારો નિર્ણય છે. 2 કલાક 20 મિનિટની ફિલ્મનાં મહત્તમ ભાગમાં લાઈબ્લ કેસ ટ્રાયલ 20 મિનિટ દર્શાવવામાં આવી છે. સાક્ષી સહિતની બાબતો દર્શાવાઈ છે. ફિલ્મમાં ચુકાદાને લઈને માત્ર એ જ બતાવવામાં આવ્યું છે કે 7 દિવસ કેસ ચાલ્યો છે. સાક્ષી તપાસ્યા છે. કોઈ ચુકાદો કે જે તમામને વાચવા માટે ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ પર બધા જોઈ શકે છે. તે ડિફેમેટ્રી નથી, તો ફિલ્મ કેવી રીતે?

વકીલે દલીલ કરી કે, કોઈ પણ આધાર-પુરાવા વગર, ખોટી માહિતીના આધારે આ કેસ કરવામાં આવ્યો છે. અમને જે પણ નોટિસ આપવામાં આવી તેનો અમે જવાબ આપ્યો છે. અમારી પાસે CBFC સર્ટિફિકેશન છે. OTT પર રિલીઝ માટે આની જરૂર નથી, તેમ છતાં અમારી પાસે છે. એક્સપર્ટ એ કીધું છે કે કઈ વિવાદિત નથી. આ પ્રકારનું કાર્ય કરીને તમે અમારો હક છીનવી રહ્યા છો. ફિલ્મની (Maharaja) રિલીઝ અટકવાથી અમને નુકસાન થઈ રહ્યું છે. અરજદાર તરકે વકીલની કોર્ટમાં દલીલ કરી હતી કે, નેટફ્લિક્સ દ્વારા કહેવામાં આવ્યું કે આ જજમેન્ટ છે, ચુકાદો છે, એમાં ખોટું શું છે ? કોર્ટ કાર્યવાહી,સાક્ષી તપાસ, વકીલોની દલીલ અને તમામ બાબતો શરૂઆતથી જ ઇમ્યુન હોય છે.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી,અમદાવાદ

 

આ પણ વાંચો – Gujarat High Court આમિરનના પુત્રની વધી મુશ્કેલીઓ, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝડકો

આ પણ વાંચો – ‘Maharaj’ ફિલ્મને લઈને હાઇકોર્ટમાં ફિલ્મ નિર્માતાઓ રજૂઆત સાથે પહોંચ્યા

આ પણ વાંચો – Aamirના પુત્રની ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

Whatsapp share
facebook twitter