+

Lok Sabha elections : મતદાન દરમિયાન અહીં ખોટકાયાં EVM મશીન, મતદારોને ભારે હાલાકી

Lok Sabha elections : જે ગુજરાત સહિત 12 રાજ્યોમાં લોકશાહીનો મહાપર્વ ઊજવાઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતની બેઠક બાદ કરતા 25 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક મતદાન…

Lok Sabha elections : જે ગુજરાત સહિત 12 રાજ્યોમાં લોકશાહીનો મહાપર્વ ઊજવાઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતની બેઠક બાદ કરતા 25 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક મતદાન મથકો પર EVM મશીનો ખોટકાયા હોવાની માહિતી સામે આવી છે. અંકલેશ્વર, મોરબી, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ (Kutch), વડોદરા અને રાજકોટમાંથી EVM મશીન બગડ્યા હોવાના સમાચાર મળ્યા છે.

રાજકોટમાં મશીન બંધ થતા મતદારોની લાંબા લાઈનો

રાજકોટની (Rajkot) વાત કરીએ તો જેતપુર તાલકાના ખીરસરા ગામે EVM મશીનમાં ટેકનિકલ ફોલ્ટ થયો હોવાની ઘટના બની છે. શ્રી ખીરસરા કુમાર પ્રાથમિક શાળા ખાતે EVM મશીનમાં ટેકનિક ફોલ્ટ થતા મશીન અડધો કલાક સુધી બંધ થયું હતું. જો કે, ચૂંટણી વિભાગની ટીમ દ્વારા મશીન બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન, મતદાન મથક બહાર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી.

રાજકોટના જેતપુરમાં EVM મશીન બંધ પડ્યું હતું.

લીંબડીમાં મતદારાને હાલાકી

સુરેન્દ્રનગરમાં (Surendranagar) લીંબડી પ્રાથમિક શાળા નંબર 4 માં EVM મશીન બંધ થતા મતદાન પ્રક્રિયા અટવાઈ હતી. EVM મશીન બંધ થતાં અંદાજે 30 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું હતું, જેના કારણે બુથ બહાર મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. જો કે, મશીન બંધ થતા લીંબડી (Limbadi) પ્રાંત અધિકારી તાત્કાલિક મતદાન મથકે પહોંચ્યા હતા અને સમસ્યા દૂર થતા મતદાન (Lok Sabha elections) ફરી રાબેતા મુજબ શરૂ થયું હતું.

EVM મશીન બંધ થતા મતદારોની લંબી લાઈન

ભરૂચ, મોરબીમાં EVM મશીન ખોટકાયાં

ભરૂચની વાત કરીએ તો અંકલેશ્વરના અંદાડા ગામે કન્યા શાળામાં મતદાન શરૂ થતાં પહેલા જ EVM મશીન બગડ્યું હતું, જેના કારણે મતદારોને હાલાકી ભોગવી પડી હતી. જો કે, મશીન રિપેર થતાં મતદાન પ્રક્રિયા ફરી હાથ ધરાઈ હતી. મોરબીમાં કન્યા છાત્રાલય, વડોદરાના (Vadodara) વાઘોડિયામાં 3 બુથ પર અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં બાયડના તેનપુર 2 મતદાન મથકમાં EVM મશીન ખોટકાયાં હતાં, જેના કારણે બુથ બહાર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને મતદારોને વોટ કરવા માટે વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.

આ પણ વાંચો – Viral : રાજ્યમાં અનેક સ્થળે મત આપવાના વીડિયો વાયરલ

આ પણ વાંચો – Gujarat Election : દિગ્ગજોએ ‘મતદાનના મહાપર્વ’ની ઉજવણી કરી, કોઈ ઢોલ-નગારા તો કોઈ પરિવાર સાથે પહોંચ્યા

આ પણ વાંચો – Voting: રાજ્યમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ, આટલા ટકા થયું વોટિંગ

Whatsapp share
facebook twitter