+

LokSabha Election : ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે BJP ના મુરતિયાના આ રહ્યાં નામો..!

ગુજરાત લોકસભાની (LokSabha Election) 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે સત્તાપક્ષ ભાજપે મંથન શરૂ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી રાજ્યની તમામ લોકસભા બેઠકો પર BJP પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ…

ગુજરાત લોકસભાની (LokSabha Election) 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે સત્તાપક્ષ ભાજપે મંથન શરૂ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી રાજ્યની તમામ લોકસભા બેઠકો પર BJP પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને દાવેદારી કરનારાના સેન્સ લેવાયા હતા. જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક (LokSabha Election) પર સેન્સ પ્રક્રિયામાં સૌનો એક મત રહ્યો હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહનું (Amit Shah) નામ સર્વાનૂમતે મંજુર કર્યું હતું.

માહિતી મુજબ, ગાંધીનગર લોકસભા માટે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન કોઈએ પણ દાવેદારી નોંધાવી નહોતી. જ્યારે, નવસારી (Navsari) લોકસભા બેઠકની વાત કરીએ તો બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R. Patil) સામે પણ બીજા કોઈની દાવેદારી નહોતી. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ તથા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ જે નામ નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા તે નામો Gujarat First પ્રથમ વખત આપની સમક્ષ લાવી રહ્યું છે. આ નામો પૈકીના એક આગેવાનને ભાજપની ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

(1) ગાંધીનગર લોકસભા બેઠક :

ગાંધીનગર લોકસભાની સેન્સ પ્રક્રિયામાં સૌનો એક મત.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર.
ગાંધીનગર લોકસભા માટે કોઈએ પણ દાવેદારી નોંધાવી નહીં.

(2) અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક :

1. પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ગૃહમંત્રી
2. ગોરધન ઝડફિયા, ભાજપ મહામંત્રી
3. હસમુખ પટેલ, વર્તમાન સાંસદ
4. કામિનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, દહેગામ
5. નિર્મલાબેન વાઘવાણી પૂર્વમંત્રી (નરોડા) અને બલરામ થાવાણી પૂર્વ ધારાસભ્ય (નરોડા)
6. ભૂષણ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય

(3) અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક :

1. ડૉ. કિરીટ સોલંકી, સાંસદ, અમદાવાદ પશ્ચિમ
2. દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય, અસારવા
3. જિતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા
4. દિનેશ મકવાણા, પૂર્વ મેયર
5. ડૉ. કીર્તિ વડાલિયા, પ્રદેશ ડોક્ટર સેલ કનવિનર
6. ગિરીશ પરમાર, પૂર્વમંત્રી
7. નરેશ ચાવડા, પૂર્વ પ્રદેશમંત્રી (SC)
8. કિરીટ પરમાર, પૂર્વ મેયર
9. વિભૂતિ અમીન, શહેરમંત્રી અમદાવાદ
10. ભદ્રેશ મકવાણા, SC પ્રમુખ, અમદાવાદ શહેર
11. હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય, ઈડર
12. મણિભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય
13. પ્રદીપ પરમાર, પૂર્વમંત્રી

(4) રાજકોટ :

1. મોહન કુંડારિયા, વર્તમાન સાંસદ
2. ભરત બોઘરા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ
3. દીપિકાબેન સરડવા, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ
4. પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીયમંત્રી
5. બ્રિજેશ મેરજા, પૂર્વમંત્રી
6. ધનસુખ ભંડેરી

(5) ભાવનગર :

1. મનસુખભાઇ માંડવીયા
2. મહેન્દ્રસિંહ સરવૈયા
3. નિમુબેન બાભણિયા
4. ભાવનાબેન મકવાણા
5. ભારતીબેન શિયાળ

(6) સુરત લોકસભા :

1. દર્શનાબેન જરદોશ (વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી)
2. નીતિન ભજીયાવાલા (પૂર્વ ભાજપ શહેર પ્રમુખ)
3. મુકેશભાઈ દલાલ (વર્તમાન શહેર મહામંત્રી)
4. ધીરુભાઈ ગજેરા (પૂર્વ ધારાસભ્ય)
5. રણજિત ગિલિટવાલા
6. ઝખના પટેલ, પૂર્વ ધારાસભ્ય

(7) મહેસાણા લોકસભા :

1. રજની પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી
2. નીતિન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી
3. નારાયણ પટેલ, ઊંઝા પૂર્વ ધારાસભ્ય
4. જયશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદ
5. દિનેશ પટેલ, ચેરમેન, ઊંઝા એપીએમસી
6. કે. સી. પટેલ, પૂર્વ મહામંત્રી

(8) દાહોદ લોકસભા :

1. જશવંતસિંહ ભાભોર, વર્તમાન સાંસદ
2. શંકરભાઇ અમલીયાર, ભાજપ જિલ્લા પ્રમુખ
3. શીતલબેન વાઘેલા, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ
4. રમેશ કટારા

(9) બનાસકાંઠા લોકસભા :

1. પરબત પટેલ, વર્તમાન સાંસદ
2. હરિભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી
3. અનિકેત ઠાકર, ધારાસભ્ય પાલનપુર
4. કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ

(10) નવસારી લોકસભા

1. સી. આર. પાટીલ, પ્રદેશ પ્રમુખ

(11) ભરૂચ લોકસભા :

1. મનસુખ વસાવા, વર્તમાન સાંસદ
2. દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય
3. મોતીસિંહ વસાવા
4. ઘનશ્યામ પટેલ
5. દર્શના દેશમુખ

(12) બારડોલી લોકસભા :

1. પ્રભુ વસાવા, વર્તમાન સાંસદ
2. ગણપત વસાવા, પૂર્વમંત્રી
3. ભરતસિંહ રાઠોડ
4. હર્ષદ ચૌધરી
5. અર્જુન ચૌધરી

(13) વલસાડ લોકસભા :

1. કે.સી. પટેલ, વર્તમાન સાંસદ
2. જિતુ ચૌધરી, પૂર્વમંત્રી
3. મહેન્દ્ર ચૌધરી
4. ઊષા પટેલ

(14) જૂનાગઢ લોકસભા :

1. રાજેશ ચુડાસમા, વર્તમાન સાંસદ
2. જ્યોતિબેન વાછાણી
3. ગિરીશ કોટેચા
4. નિલેશ ધુલેશિયા
5. ગુતાબેન માલમ

(15) સુરેન્દ્રનગર લોકસભા :

1. મહેન્દ્ર મુજપરા, વર્તમાન સાંસદ
2. શંકર વેગડ
3. લાલજી મેર
4. પ્રકાશ કોરડિયા

(16) અમરેલી લોકસભા :

1. નારાયણ કાછડિયા, વર્તમાન ધારાસભ્ય
2. પરસોતમ રૂપાલા,
3. કૌશિક વેકરિયા,
4. મનસુખ માંડવીયા

(17) આંણદ લોકસભા

1. મિતેષ પટેલ, વર્તમાન સાંસદ
2. જગત પટેલ

(18) કચ્છ લોકસભા :

1. વિનોદ ચાવડા, વર્તમાન સાંસદ
2. નરેશ મહેશ્વરી

(19) ખેડા લોકસભા :

1. દેવુસિંહ ચૌહાણ,વર્તમાન સાંસદ
2. અર્જુનસિંહ ચૌહાણ

(20) છોટા ઉદેપુર લોકસભા :

1. ગીતાબેન રાઠવા,વર્તમાન સાંસદ
2.ઉપેન્દ્ર રાઠવા

(21) જામનગર લોકસભા :

1. પૂનમબેન માડમ, વર્તમાન સાંસદ
2. હકુભા જાડેજા,પૂર્વ મંત્રી
3. એકતાબા સોઢા

(22) પંચમહાલ લોકસભા :

1. રતનસિંહ રાઠોડ, વર્તમાન સાંસદ
2. અશ્વિન પટેલ

(23) પાટણ લોકસભા :

1. ભરતસિંહ ડાભી, વર્તમાન સાંસદ
2. દિલીપ ઠાકોર
3. નંદાજી ઠાકોર

(24) પોરબંદર લોકસભા :

1. રમેશ ધડુક
2. ખીમજી મોતીવરસ

(25) વડોદરા લોકસભા :

1. રંજનબેન ભટ્ટ, વર્તમાન સાંસદ
2. સતિષ પટેલ

(26) સાબરકાંઠા લોકસભા :

1. દીપસિંહ રાઠોડ, વર્તમાન સાંસદ
2. સી.જે. ચાવડા

આ પણ વાંચો – Gandhinagar : લોકસભાની 26 બેઠકો પર મંથન કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Whatsapp share
facebook twitter