+

Nikol : નિકોલમાં 70 વર્ષ જૂના ધાર્મિક સ્થળને બચાવવા સ્થાનિકો મેદાને, ઊગ્ર વિરોધ સાથે AMC કચેરીનો કર્યો ઘેરાવ

અમદાવાદના (Ahmedabad) નિકોલ (Nikol) વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિરાટનગર AMC કચેરીનો ઘેરાવ કરી ઊગ્ર વિરોધ દાખવવામાં આવ્યો હતો. 70 વર્ષના જૂના ધાર્મિક સ્થળને બચાવવા માટે સ્થાનિકો મેદાને ઉતર્યા હતા. અમદાવાદ કોર્પોરેશનની…

અમદાવાદના (Ahmedabad) નિકોલ (Nikol) વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિરાટનગર AMC કચેરીનો ઘેરાવ કરી ઊગ્ર વિરોધ દાખવવામાં આવ્યો હતો. 70 વર્ષના જૂના ધાર્મિક સ્થળને બચાવવા માટે સ્થાનિકો મેદાને ઉતર્યા હતા. અમદાવાદ કોર્પોરેશનની (AMC) ડિમોલિશન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એએમસી કચેરી ખાતે વિપક્ષી નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

મહિલાઓએ પણ કચેરી પહોંચી વિરોધ દાખવ્યો હતો.

આ ધાર્મિક સ્થળ સામે અમારી આસ્થા જોડાયેલી છે : સ્થાનિક લોકો

અમદાવાદના (Ahmedabad) નિકોલ (Nikol) વિસ્તારમાં 70 વર્ષ જૂનું એક ધાર્મિક સ્થળ આવેલું છે. આ ધાર્મિક સ્થળ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાર્યવાહી કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની કામગીરીને લઈ આજે મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા વિરાટનગર AMC કચેરીનો (Viratnagar AMC office) ઘેરાવ કરવામાં આવ્યો હતો. લોકો સાથે વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ વિરોધ દાખવ્યો હતો. લોકોનો આરોપ છે કે આ પ્રાચીન ધાર્મિક સ્થળ સાથે અમારી આસ્થા જોડાયેલી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા ખોટી રીતે ડિમોલિશનની (demolition) કામગીરી કરવામાં આવી રહી છે. AMC કચેરી લોકો ભેગા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

વિપક્ષી નેતાઓ પણ કચેરીએ પહોંચ્યા હતા.

ધાર્મિક સ્થળના જૂના સ્ટ્રક્ચર સામે કોઈ કાર્યવાહી નહીં : AMC અધિકારી

બીજી તરફ કોર્પોરેશન અધિકારીએ જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળ પર વર્ષ 2016 ની આસપાસ જે ગેરકાયદેસર રીતે શેડ બનાવી દબાણ કરવામાં આવ્યું છે ફક્ત એ શેડ સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી જાહેર રસ્તા પરના દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક સ્થળનું જે જૂનું સ્ટ્રક્ચર છે તેને કોઈ હાનિ કે નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. માત્ર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ શેડ પ્રકારનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો – “કોઈથી ડરવાનું નથી ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી” ગેનીબેન ઠાકોરે કર્યો હુંકાર…

આ પણ વાંચો – Rajkumar Santoshi : બોલિવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને શરતી જામીન, જાણો શું છે સમગ્ર મામલો ?

આ પણ વાંચો – Mahesana : 200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ

Whatsapp share
facebook twitter