+

Jamnagar : GG હોસ્પિટલમાં રિક્ષા સાથે ઘૂસ્યો ડ્રાઇવર, દર્દી-સ્ટાફનો જીવ તાળવે ચોંટ્યો! જુઓ Video

જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જીજી હોસ્પિટલનો (GG Hospital) એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ચાલક પોતાની રિક્ષા લઈને સીધો હોસ્પિટલના ઓપીડીમાં ઘૂસી આવે છે.…

જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જીજી હોસ્પિટલનો (GG Hospital) એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ચાલક પોતાની રિક્ષા લઈને સીધો હોસ્પિટલના ઓપીડીમાં ઘૂસી આવે છે. રિક્ષાને હોસ્પિટલમાં આવતા જોઈ ત્યાં હાજર તમામ દર્દીઓ, લોકો અને હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી જવા પામે છે. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી મુજબ, એક દર્દીને લઈને રિક્ષાચાલક ઓપીડીમાં (OPD) ઘૂસી આવ્યો હતો.

દર્દીને લઈ રિક્ષાચાલક OPD માં પહોંચ્યો

હોસ્પિટલામાં કૂતરાં અને રખડતાં ઢોર આંટાફેરા મારતા હોય એવા વીડિયો અને સમાચાર આપણી સામે સતત આવતા હોય છે પરંતુ, જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલના (GG Hospital) ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક રિક્ષાચાલક સીધો હોસ્પિટલના OPD સેન્ટરમાં પહોંચી જાય છે. રિક્ષાચાલકને (rickshaw driver) જોઈ ત્યાં હાજર દર્દીઓ, લોકો અને હોસ્પિટલ સ્ટાફમાં દોડદામ મચી જવા પામે છે. માહિતી મુજબ, રિક્ષાચાલક એક દર્દીને લઈ OPD માં પ્રવેશે છે. દર્દીને ઉતાર્યા બાદ ચાલક પોતાની રિક્ષાને યુર્ટન મારી હોસ્પિટલની બહાર નીકળી જાય છે. આ ચોંકાવનારી સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ છે.

ઋષિકેશ AIIMS માં ચોથા માળે પોલીસની વાન પ્રવેશી

થોડા દિવસ પહેલા એવી જ એક ઘટના ઋષિકેશમાંથી (Rishikesh) સામે આવી હતી. અહીં, AIIMS માં દાખલ દર્દીઓમાં એ સમયે હોબાળો મચી ગયો હતો જ્યારે પોલીસની વાન ફિલ્મી સ્ટાઈલમાં હોસ્પિટલની અંદર પ્રવેશી હતી. માહિતી મુજબ, મહિલા ડોક્ટરની છેડતી મામલે ફરિયાદ થતા આરોપીને પકડવા માટે પોલીસ કાર (Rishikesh Police) લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઈ હતી. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની વચ્ચે પોલીસની ગાડી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

 

આ પણ વાંચો – Junagadh : કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં બે આશાસ્પદ યુવકોનાં મોત, યુવતી સહિત 4 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો – Junagadh : ભોગ બનનારા દલિત યુવકના પિતાએ Gujarat First ને જણાવી હકીકત!

આ પણ વાંચો – VADODARA : રેલવે સ્ટેશન પર પોલીસ અને બોમ્બ સ્કવોડનું આકસ્મિક ચેકીંગ

Whatsapp share
facebook twitter