+

Jamnagar : ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું નિધન, કચ્છ આશ્રમમાં અંતિમવિધી કરવામાં આવશે

જામનગર: ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું નિધન, ભજનની દુનિયાના એક યુગનો અંત સંતવાણી આરાધકો અને વિશાળ શ્રાવક વર્તુળમાં ફેલાયો શોક નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે સ્વ. લક્ષ્મણ બારોટની જુગલબંધી…
  • જામનગર: ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું નિધન, ભજનની દુનિયાના એક યુગનો અંત
  • સંતવાણી આરાધકો અને વિશાળ શ્રાવક વર્તુળમાં ફેલાયો શોક
  • નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે સ્વ. લક્ષ્મણ બારોટની જુગલબંધી
  • વર્ષો સુધી સંતવાણીની દુનિયામાં રાજ કર્યું સ્વ લક્ષ્મણ બારોટે
  • કચ્છ ખાતેના આશ્રમમાં કરાશે અંતિમ વિધિ

 

જામનગરમાં લોકગાયક લક્ષ્ણ બારોટનું નિધન થયુ છે. લક્ષ્મણ બારોટના નિધનથી ચાહક વર્ગમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ કચ્છ આશ્રમમાં અંતિમવિધી કરવામાં આવશે. પ્રખ્યાત ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટે વર્ષો સુધી સંતવાણીની દુનિયામાં રાજ કર્યું હતુ.

 

સંતવાણી આરાધકો અને વિશાળ ચાહક વર્તુળમાં શોક ફેલાયો

સંતવાણી આરાધકો અને વિશાળ ચાહક વર્તુળમાં શોક ફેલાયો છે. નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે સ્વ. લક્ષ્મણ બારોટની જુગલબંધી હતી. ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટે આજે સવારે 5 વાગ્યે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું નિધન આજે સવારે જામનગર ખાતે થયું હતું. લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભારત સહિત વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા. તેમનાં ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.

 

કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા

ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટના નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. લક્ષ્મણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું હતું. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.

આ  પણ  વાંચો –સનાતન સંતો-મહંતોનું સ્વામિનારાયણ સંપ્રદાયને અલ્ટિમેટમ, 14 મુદ્દાના ઠરાવ પસાર..વાંચો, તમામ ઠરાવ

 

 

Whatsapp share
facebook twitter