+

જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી ઢોર માર માર્યો, એટ્રોસિટી હેઠળ કેસ દાખલ

જૂનાગઢ : ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય (Gondal BJP EX. MLA) જયરાજ જાડેજાના (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજાની (Ganesh Jadeja) ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાએ એક…

જૂનાગઢ : ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય (Gondal BJP EX. MLA) જયરાજ જાડેજાના (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજાની (Ganesh Jadeja) ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

સમગ્ર મામલે એટ્રોસિટી (Atrocities Act) હેઠળ જૂનાગઢ (Junagadh) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. હાલ કોંગ્રેસ નેતા (Congress) સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે.

સંજય સોલંકી નામના યુવકનું અપહરણ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઇ સોલંકી (ઉ.વ 26) જૂનાગઢના દાદાર રોડ પર રહે છે. કોરિયોગ્રાફીનો ધંધો કરે છે અને કોંગ્રેસની યુવાપાંખ NSUI સાથે પણ જોડાયેલો છે. તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે એક ફોર વ્હીલ અચાનક ખુબ જ જોખમી રીતે તેની પાસે આવીને ઉભી રહી હતી.

ઉશ્કેાઇ જઇને યુવકનું અપહરણ કર્યું

જેથી ઉશ્કેરાયેલા સંજયે ગાડી ચાલકને ગાડી સરખી ચલાવવાનું કહેતા ગાડીમાં રહેલા લોકો ઉશ્કેરાઇ ગયા હતા. માથાકુટ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ સંજય પોતાના પુત્રને ઘરે મુકવા માટે ગયો હતો. ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરિતો સાથે આવી પહોંચ્યો હતો. જો કે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નિકળતા ગણેશ અને તેની ટોળકી ત્યાંથી રવાના થઇ ગઇ હતી.

યુવકને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવા ધમકી આપી

જો કે યુવક બાદમાં બહાર નિકળ્યો ત્યારે તેનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઇ ગયા હતા. જ્યાં તેને એક ખેતરમાં ઢોરમાર માર્યો હતો. ત્યાર બાદ ગણેશ ગઢમાં લઇ જઇને પણ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત જાતિ સૂચક શબ્દો બોલીને વારંવાર અપમાન કર્યું હતું. તમારો ત્રાસ ખુબ વધી ગયો છે. હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે. ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહીને હડધુત કર્યો હતો. નગ્ન કરીને ઢોર માર માર્યો અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યાર બાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.

ગોંડલ MLA અનેકવાર વિવાદમાં આવી ચુક્યા છે

ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવાર નવાર પોતાના દબંગ અંદાજના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવાર નવાર કોઇને કોઇ વિવાદોમાં સપડાતો રહેતો હોય છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણી પહેલા રિબડા જૂથ તથા ગોંડલજુથ વિવાદમાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપુતો અંગે કરેલા બફાટ બાદ પણ થયેલા આંદોલનને શાંત કરવામાં જયરાજસિંહ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીતાબા જાડેજા જયરાજસિંહના પત્ની અને ગણેશના માતા છે.

વધારે વાંચો : Surat: ભાજપના નેતા કરી રહ્યા હતા અગ્નિકાંડ 2 ની તૈયારી? ફાયર વિભાગ પહોચ્યું અને…

વધારે વાંચો : જાહેરાતો દેખાડવા માટે બે કંપનીઓએ કાપ્યા 536 વૃક્ષો, AMC એ ફટકાર્યો 1 કરોડનો દંડ

વધારે વાંચો : Kheda: ‘જાનથી મારી નાખીશું’ આરોપીને છોડાવવા ટોળાએ PSI સહિત પોલીસ પર કર્યો હુમલો

Whatsapp share
facebook twitter