+

Gujarat Politics : લોકસભા ચૂંટણી પહેલા વિજાપુરના રાજકારણમાં ગરમાવો

Gujarat Politics : ગુજરાતમાં આજે એક સમયના વિજાપુર વિધાનસભાના ઉમેદવાર એવા કોંગ્રેસીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે કોગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા આજે…

Gujarat Politics : ગુજરાતમાં આજે એક સમયના વિજાપુર વિધાનસભાના ઉમેદવાર એવા કોંગ્રેસીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે કોગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. વિજાપુર ખાતે કર્ણાવતી પાર્ટી પ્લોટમાં વિશાળ જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં સી.જે ચાવડા ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાયા બાદ સી.જે ચાવડાને લઇને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

 

સી.જે ચાવડા વર્ષ 1981થી 1992 સુધી રાજ્ય સરકારમાં પશુપાલન વિભાગમાં જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ડીડીઓ તરીકે પણ તેમને ફરજ બજાવી છે. મહેસુલ વિભાગમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી છે.ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ તેમને ફરજ બજાવી છે.

 

શંકરસિંહ વાધેલાની સરકારમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશ્યલ ડ્યુટી ઓફિસર તરીકે ફરજ બજાવી છે. વર્ષ 2002 અને 2007માં તેઓ ગાંધીનગરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. 2017 થી 2022 સુધી તેઓ ગાંધીનગર નોર્થના ધારાસભ્ય તરીકે કામગીરી કરી હતી. વર્ષ 2022ની વિધાનસભા ચુંટણીમાં તેઓ વિજાપુર બેઠક પરથી ચુંટાયા હતા.

 

ભાજપનું 30 વર્ષથી એકહથ્થુ શાસન
ગુજરાતમાં ભાજપનો દબદબો છતાં મતબેંકની ટકાવારી જોઈએ તો આજે પણ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક મૂળ કોંગ્રેસીઓને મત આપે છે. ગુજરાતમાં ભાજપ સરકાર, સત્તા અને સંગઠનના જોરે 30 વર્ષથી એકહથ્થુ શાસન ચલાવી રહી છે. એક સમયે 77 વિધાનસભાની સીટો જીતીને કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી હતી, પણ દિલ્હી હાઈકમાનની નિષ્ક્રિયતા, ફંડનો અભાવ સહિતના કારણોને પગલે ગુજરાતમાં હવે કોંગ્રેસનું ધીરેધીરે અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. અહીં આપણે અહીં એવા 10 કારણો અંગે જાણીશું જેનાથી કોંગ્રેસને ગુજરાતમાં ફટકો પડી રહ્યો છે.

આ  પણ  વાંચો – Ahmedabad : PM મોદીએ એક સાથે સવા લાખ મકાનોની ચાવી આપી : અમિત શાહ

 

Whatsapp share
facebook twitter