+

Gujarat Lok Sabha Election 2024: રાજ્યમાં બે સરકારી અધિકારીઓએ જાહેરનામાનો કર્યો ભંગ

Gujarat Lok Sabha Election 2024: આજે દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત…

Gujarat Lok Sabha Election 2024: આજે દેશમાં લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સાંજે 5 વાગ્યા સુધી ગુજરામાં 55.52 મતદાન નોંધાયું હતું.

  • ગુજરાતમાં બે સરકારી અધિકારીઓએ કાયદાનું કર્યું ઉલ્લંઘન

  • તેમણે મતદાન કરતા ફોટો પાડીને સોશિયલ મીડિયા પર કર્યા પોસ્ટ

  • રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો

તે ઉપરાંત આજરોજ ભરૂચમાં ચૂંટણીના જાહેરનામાનાના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. ઉમેદવારે મત આપતો ફોટો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. ત્યારે આ મામલે યુવક વિરુદ્ધ જાહેરનામાના ભંગ કરવાના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અયોધ્યાનગરના ચેતન હર્ષદ સોલંકી સામે ગુનો નોંધાયો છે. જાહેરનામાના ભંગ અને લોકપ્રતિનિધિત્વની કલમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Devgarh Baria: લોકસભાની ચૂંટણીમાં અનોખુ મતદાન, લગ્ન માંડવે જતા વરરાજાએ જાનૈયાઓ સાથે કર્યું મતદાન

ચીફ ઓફિસરે ચેતન સોલંકીને સસ્પેન્ડ કર્યો હોવાનું જાણવા મળ્યું

ચેતન સોલંકી ભરુચ નગરપાલિકાનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. ચીફ ઓફિસરે ચેતન સોલંકીને સસ્પેન્ડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મતદાન મથક સુધી મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. ત્યારે આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બૂથના બેજવાબદાર અધિકારીઓ સામે પણ કરાશે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: JETPUR : ‘મતદાન શેમાં કરવાનું છે’ કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સનો છરીથી હુમલો

ધારસભ્ય ઉદય કાનગડે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો

તેની સાથે રાજકોટના ધારસભ્ય ઉદય કાનગડે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે પણ મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિક અને ઉપરથી સરકારી અધકારી હોવા છતા તેમનું આ પ્રકારે કાયદા ઉલ્લંધન કરવાને લઈ ટીકા કરવામાં આવી રહી છે. તે ઉપરાંત તેમણે મતદાન કરતો ફોટો મૂકીને તેમાં જય શ્રી રામ લખ્યું હતું. જોકે દરેક મતદાન મથક પર લાઈવ વેબ કાસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Gujarat: ભાજપના આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો, ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે

Whatsapp share
facebook twitter